________________
આગમ કથાનુયોગ-૨
ભવન, વિમાન, અશ્વ, તોરણ, નગરદ્વાર, મણિ, રત્ન, નંદાવર્ત્ત, મૂસલ, હળ, કલ્પવૃક્ષ, સિંહ, ભદ્રાસન, સુરૂચિ, સ્તૂપ, મુગટ, મુક્તાવલીહાર, કુંડલ, હાથી, બળદ, દ્વીપ, મેરૂ પર્વત, ગરુડ, ધ્વજા, ઇન્દ્રકેતુ, અષ્ટાપદ, ધનુષૅ, બાણ, નક્ષત્ર, મેઘ, મેખલા, વીણા, ગાડાની યુપ, છત્ર, માળા, દામિની, કમંડલ, કમળ, ઘંટા, જહાજ, સુઈ, સાગર, કુમુદવન, મગર, હાર, ગાગર, નુપૂર, પર્વત, નગર, વજ્ર, કિન્નર, મયૂર, રાજહંસ, સારસ, ચકોર, ચક્રવાકયુગલ, ચામર, ઢાલ, પવ્વીસક, વિપંચી, શ્રેષ્ઠ પંખો, લક્ષ્મીનો અભિષેક, પૃથ્વી, તલવાર, અંકુશ, નિર્મળ કળશ, ભૃગાંર અને વર્ધમાનકના ધારક છે. (અર્થાત્ ચક્રવર્તી સૂર્યચંદ્ર યાવતુ વર્ધમાનક જેવા વિભિન્ન લક્ષણોના ધારક હોય છે.)
૧૩૮
૩૨,૦૦૦ શ્રેષ્ઠ મુગટબદ્ધ રાજા માર્ગમાં તેની પાછળ-પાછળ ચાલે છે. તેઓ ૬૪,૦૦૦ શ્રેષ્ઠ યુવતિઓના નેત્રોના કાંત–સ્વામી હોય છે. તેમના શરીરની કાંતિ સુવર્ણવર્ણીય હોય છે. તેઓ કમળના ગર્ભ, ચંપાના ફૂલો, કોરંટની માળા અને તપેલા સુવર્ણની કસૌટી પર ખેંચાયેલી રેખા સમાન ગૌર વર્ણવાળા હોય છે. તે (ચક્રવર્તી)ના બધાં અંગોપાંગ અત્યંત સુંદર અને સુડોલ હોય છે. મોટા–મોટા પટ્ટણોમાં બનેલા વિવિધ રંગોના હિરણના ચામડા સમાન કોમળ અને બહુમૂલ્ય વલ્કલ વડે તથા ચીની વસ્ત્રો, રેશમી વસ્ત્રો વડે તથા કટિસૂત્ર વડે જેનું શરીર સુશોભિત હોય છે. તે ચક્રવર્તીના મસ્તક ઉત્તમ સુગંધના સુંદર ચૂર્ણની ગંધ અને ઉત્તમ કુસુમો વડે યુક્ત હોય છે. કુશળ કળાચાર્યો દ્વારા નિપુણતાપૂર્વક બનાવાયેલ સુખકર માળા, કડાં, અંગદ, ત્રુટિકા તથા અન્ય ઉત્તમ આભૂષણોને તેઓ શરીર પર ધારણ કરે છે. એકાવલિહાર વડે તેનો કંઠ સુશોભિત રહે છે. તેઓ લાંબી લટકતી ધોતી અને ઉત્તરીય વસ્ત્ર પહેરે છે. તેમની આંગળીઓ વીંટી વડે પીળી રહે છે. પોતાના ઉજ્જ્વળ અને સુખપ્રદ વેશથી તે (ચક્રવર્તી) અત્યંત શોભે છે. પોતાની તેજસ્વિતાથી ચક્રવર્તી સૂર્ય સમાન ચમકે છે. તેમનો આઘોષ શરદઋતુના નવા મેઘના ધ્વનિ સમાન મધુર, ગંભીર અને સ્નિગ્ધ હોય છે. તેમને ત્યાં ચૌદ રત્નો ઉત્પન્ન થાય છે અને તે નવનિધિના સ્વામી હોય છે. તેમનો ખજાનો ઘણો ભરપૂર હોય છે. તેમના રાજ્યની સીમા ચાતુરંત હોય છે. ચતુરંગિણી સેના તેમના માર્ગનું અનુગમન કરે છે. તે અશ્વ, હાથી, રથ અને પાયદળ સેનાના અધિપતિ હોય છે. તે ઘણાં જ ઊંચા કુળવાળા અને વિશ્રુત હોય છે. તેમનું મુખ શરદઋતુના પૂર્ણ ચંદ્ર સમાન હોય છે. તે ચક્રવર્તી શૂરવીર હોય છે.
આ ચક્રવર્તીઓનો પ્રભાવ ત્રણે લોકોમાં ફેલાયેલ હોય છે. સર્વત્ર તેમનો જયજયકાર થાય છે તેઓ સંપૂર્ણ ભરતક્ષેત્રના અધિપતિ, ધીર, સમસ્ત શત્રુઓના વિજેતા, મોટા–મોટા રાજાઓમાં સિંહ સમાન, પૂર્વે કરેલ તપના પ્રભાવથી સંપન્ન, સંચિત પુષ્ટ સુખોને ભોગવનારા, અનેક સેંકડો વર્ષના આયુષ્યવાળા અને મનુષ્યોમાં ઇન્દ્ર હોય છે. ઉત્તર દિશામાં હિમવાનૢ વર્ષધર પર્વત અને શેષ ત્રણ દિશાઓમાં લવણ સમુદ્ર પર્યંત સમગ્ર ભરતક્ષેત્રને ભોગવતા, જનપદોમાં મુખ્ય અને અતુલ્ય શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ સંબંધિ કામભોગોનો અનુભવ કરતા હોય છે.
પણ્ડા. ૧૯;
Jain Education International
X
~ X —
For Private & Personal Use Only
--
www.jainelibrary.org