________________
૧૩૬
૫. અંકાવતી, ૬. પદ્માવતી, ૭. શુભા, ૮. રત્નસંચયા.
જંબૂદ્વીપવર્તી મેરૂ પર્વતના પશ્ચિમમાં સીતોદા મહાનદીના દક્ષિણમાં આઠ રાજધાનીઓ છે. તે આ પ્રમાણે :- ૧. અશ્વપુરા, ૨. સિંહપુરા, ૩. મહાપુરા, ૪. વિજયપુરા, ૫. અપરાજિતા, ૬. અરજા, ૭. અશોકા અને ૮. વીતશોકા.
જંબુદ્વીપવર્તી મેરૂ પર્વતના પશ્ચિમમાં સીતોદા મહાનદીની ઉત્તરમાં આઠ રાજધાનીઓ છે. તે આ પ્રમાણે :- ૧. વિજયા, ૨. વૈજયંતી, 3. જયંતી, ૪. અપરાજિતા, ૫. ચક્રપુરા, ૬. ખગપુરા, ૭. અવધ્યા, ૮. અયોધ્યા. ૦ ચક્રવર્તી વિજય અને તેની રાજધાનીના આગમ સંદર્ભ :–
ઠાણ. ૭૪૯;
જંબૂ ૧૬૭, ૧૭૧, ૧૭૨, ૧૭૫, ૧૭૬, ૧૮૮, ૧૮૯, ૧૯૧, ૧૯૨; – જંબુકીપની વિજય અને રાજધાનીઓ પ્રમાણે ધાતકીખંડ અને પુષ્કરવર દ્વીપાર્ધ માટે પણ સમજી લેવું.
ઠાણ. ૭૫૧;
ધાતકીખંડ નામના દ્વીપમાં ૬૮ ચક્રવર્તી વિજય અને ૬૮ રાજધાનીઓ છે. એ જ રીતે પુષ્કરવ૨દ્વીપાર્ધમાં ૬૮ ચક્રવર્તી વિજય અને ૬૮ રાજધાનીઓ છે. સમ. ૧૪૬; ૦ આગામી ઉત્સર્પિણીમાં થનારા ચક્રવર્તી :
જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણી કાળમાં બાર ચક્રવર્તી થશે. તે આ પ્રમાણે :- ૧. ભરત, ૨. દીર્ઘદંત, ૩. ગૂઢદંત, ૪. શુદ્ધદંત, ૫. શ્રીપુત્ર, ૬. શ્રીભૂતિ, ૭. શ્રીસોમ, ૮. ૫૫, ૯. મહાપદ્મ, ૧૦. વિમલવાહન, ૧૧. વિપુલવાહન ને ૧૨. વરિષ્ઠ. આ બાર આગામી ભરતાધિપતિ થશે.
આ બારે ચક્રવર્તીઓના બાર પિતા હશે, બાર માતા હશે. બાર સ્ત્રીરત્ન હશે (અર્થાત્ પ્રત્યેક ચક્રવર્તીના એક–એક માતા–પિતા અને સ્રીરત્ન થશે, પરંતુ તેના નામો વગેરે જણાવેલા નથી.)
તિત્શો. ૧૧૨૪, ૧૧૨૫;
જંબુદ્વીપના એરાવત વર્ષમાં આગામી ઉત્સર્પિણીમાં બાર ચક્રવર્તી થશે. બાર ચક્રવર્તી પિતા થશે, બાર ચક્રવર્તી માતા થશે. બાર સ્રીરત્ન થશે. સમ. ૩૮૨; -૦- હે ભગવન્ જંબૂદ્વીપમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કુલ કેટલા ચક્રવર્તી થાય છે ? ગૌતમ ! જઘન્યથી કુલ ચાર અને ઉત્કૃષ્ટથી કુલ ૩૦ ચક્રવર્તી થાય છે. વાસુદેવ અને બળદેવ (તથા પ્રતિવાસુદેવ) પણ જઘન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી ૩૦ હોય છે. (જ્યાં ચક્રવર્તી હોય ત્યાં વાસુદેવ ન હોય અને જ્યાં વાસુદેવ હોય ત્યાં ચક્રવર્તી ન હોય તેથી ઉત્કૃષ્ટ સંખ્યા ૩૦ કહી છે. અન્યથા ચક્રવર્તી વિજય તો ૩૪ હોય છે.) મહાવિદેહમાં જઘન્યથી ચાર ચક્રવર્તી હોય ઉત્કૃષ્ટથી ૨૮ ચક્રી તથા ભરત અને ઐરાવતમાં એક–એક એમ ત્રીશ ચક્રવર્તી હોય. - આવ.યૂ.૧-૬ ૨૧૫;
—સમ. ૩૬૫ થી ૩૬૮;
૦ ચક્રવર્તી સંખ્યા :–
-0
આગમ કથાનુયોગ-૨
૦ ચક્રવર્તીની ઋદ્ધિ :
સર્વે ચક્રવર્તીઓના હાર મુકતા–મણીમય અને મહામૂલ્યવાન્ તેમજ ચોસઠ સર વાળો હોય છે.
સમ. ૧૪૨;
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org