________________
ચક્રવર્તી – બહ્મદત્ત કથા
૧ ૩૩
કામભોગોમાં આસક્ત છું... જેમ દળદળમાં ફસેલો હાથી સ્થળને જોતો હોય છે, તો પણ કિનારે પહોંચી શકતો નથી. તે જ રીતે અમારા જેવા કામભોગોમાં આસક્ત લોકો જાણવા છતાં પણ ભિક્ષમાર્ગ–સંયમ માર્ગનું અનુસરણ કરી શકતા નથી.
– ત્યારે ફરીથી મુનિએ અનિત્યતા દર્શાવતા કહ્યું કે, હે રાજન્ સમય વ્યતીત થઈ રહ્યો છે. આયુષ્યકાળ વીતી રહ્યો છે. રાત્રિ જલ્દીથી પૂરી થઈ રહી છે. મનુષ્યના કામભોગો નિત્ય નથી. જે રીતે ક્ષીણ ફળવાળા વૃક્ષને પક્ષી છોડી જાય છે. તે જ રીતે ક્ષીણ પુણ્યવાળા લોકોને કામભોગ છોડી જાય છે. જો તું કામભોગને છોડવામાં અસમર્થ છે, તો તું શિષ્ટજન ઉચિત આર્ય–કર્મ કર. હે રાજન્ ! ધર્મમાં સ્થિત થઈને બધાં જીવો પ્રત્યે તું દયા કરનારો થા. જેથી તું ભવિષ્યમાં વૈક્રિય શરીરધારી દેવ થઈ શકે... ભોગોને છોડવાની તારી બુદ્ધિ નથી. તું આરંભ અને પરિગ્રહમાં આસક્ત છે. મેં વ્યર્થ જ તારી સાથે આટલો સંવાદ કર્યો. તને સંબોધન કર્યું. રાજન્ ! હવે હું જઈ રહ્યો છું. તને જીવનની અનિત્યતાના દર્શન માટે ઘણાં પ્રકારે મેં શિક્ષા આપી છતાં તને કિંચિંતુ માત્ર વૈરાગ્ય ઉત્પન્ન ન થયો. તારા અવિનયપણાને લીધે તારી ઉપેક્ષા કરવી જ યોગ્ય છે.
- એ રીતે પાંચાલ દેશનો રાજા બ્રહ્મદત્ત મુનિના વચનોનું પાલન ન કરી શક્યો. તે અનુત્તર ભોગો ભોગવીને સાતમી અનુત્તર નરકમાં ગયો. (જેનો અધિકાર આ કથામાં આગળ નોંધેલ છે.)
– કામભોગોથી નિવૃત્ત, ઉગ્ર ચારિત્રી અને તપસ્વી મહર્ષિ ચિત્ત અનુત્તર સંયમનું પાલન કરીને અનુત્તર સિદ્ધિગતિને પ્રાપ્ત કરી.
(અવશિષ્ટ કથા-) બ્રહ્મદત્તને બોધ કરવા આવેલ મુનિ પોતાના મરણને નિકટ જાણીને તેમજ બ્રહ્મદત્ત બોધ ન પામતા ત્યાંથી વિહાર કરી ગયા. ચક્રવર્તીએ દીર્ધકાળ સુધી રાજ્ય ભોગવ્યું. કોઈ વખતે પૂર્વનો પરિચિત બ્રાહ્મણ આવ્યો. પૂર્વે જ્યારે બ્રહ્મદત્ત એકાકી ફરતો હતો. તે વખતે કોઈ બ્રાહ્મણ તેને સહાય આપીને સુખદુ:ખનો ભાગી બન્યો હતો. તે વખતે બ્રહ્મદત્તે કહેલું કે, જ્યારે તું જાણે કે, બ્રહ્મદત્ત ચક્રવર્તી બન્યો છે ત્યારે તું મને આવીને મળજે. જ્યારે તે બ્રાહ્મણે જાણ્યું કે, બ્રહ્મદત્ત રાજા થયો એટલે તે તેની પાસે આવ્યો. પણ રાજ્યાભિષેકની વ્યગ્રતાને કારણે તેનો રાજમહેલમાં પ્રવેશ થઈ શક્યો નહીં. જ્યારે રાજ્યાભિષેક પછી બ્રહ્મદત્ત બહાર નીકળ્યો ત્યારે તેણે જૂના પગરખાની ધજા બનાવી, ઊંચા દંડ પર લટકાવીને ઊભો રહ્યો. ચક્રીએ તે જોઈને છડીદારને પૂછયું કે, આ અભિનવ ધજાવાળો કોણ છે ? છડીદારે કહ્યું કે, બાર વર્ષથી તે આપની રાહ જોતો ઊભો છે. ત્યારે ચક્રીએ બોલાવીને તેની ઓળખ પૂછી એટલે તે બ્રાહ્મણે કહ્યું કે, હે નાથ! બાર વર્ષમાં તમારી પાછળ ફરતા-ફરતા મારા આટલા પગરખાં ઘસાઈ ગયા. ચકી તેને ઓળખી ગયો. સભામંડપમાં બોલાવીને પૂછયું કે, તને હું શું આપું ? બ્રાહ્મણ કહે મને ભોજન આપો.
– રાજાએ તેને કોઈ દેશ-ગામ માંગવા સમજાવ્યું. પણ તે બ્રાહ્મણ બોલ્યો કે, રાજ્યનું ફળ ભોજન જ છે. માટે મને તમારા ઘરથી આરંભીને આખા ભરતક્ષેત્રમાં ઘેરઘેર ભોજન અને દક્ષિણામાં એક દીનાર મળે તેવો હુકમ કરો. ચક્રીએ વિચાર્યું કે, આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org