________________
૧૩૦
આગમ કથાનુયોગ-૨
બોલાવી લીધી. સમગ્ર ભરતક્ષેત્રને સાધવા માટે અગણિત સૈન્ય સહિત ચાલ્યા. (ભરત ચક્રવર્તીની માફક સમગ્ર ભરતક્ષેત્રનો દિગ્વીજય કર્યો.) બધાં રાજાઓએ ભેગા થઈને બ્રહ્મદત્ત ચક્રીનો બાર વર્ષીય અભિષેક મહોત્સવ કર્યો. ૦ બ્રહ્મદત્ત સાથે ચિત્રમુનિનો સંવાદ :
બ્રહ્મદત્ત ચક્રવર્તી સુખપૂર્વક પોતાનો કાળ નિર્ગમન કરતો હતો. એક વખત તે રાજ્યસભામાં બેઠા-બેઠા ગીત-સંગીતને માણતો હતો. તેવામાં એક દાસીએ આવીને એક ચિત્ર-વિચિત્ર પુષ્પનો દડો આપ્યો. તે જોઈને ચક્રવર્તીને વિચાર થયો કે, મેં આવો પુષ્પનો દડો ક્યાંક જોયો છે. એમ વિચારતા તેને પૂર્વના ભવોનું જાતિસ્મરણ જ્ઞાન થયું. તત્કાળ તે મૂછ પામ્યો. સામંતોએ તેને ચંદનના રસ વડે સિંચિંતૂ કર્યો. બ્રહ્મદત્ત સ્વસ્થ થયો. તેને યાદ આવ્યું કે, આવો પુષ્પનો ડો મેં સૌધર્મ દેવલોકમાં જોયેલો છે. હવે મારો પૂર્વજન્મનો સહોદર મને ક્યાં મળશે? તે જાણવા તેણે અડધા શ્લોકની રચના કરી–“દશપુરે દાસ હતા, કાલિંજરમાં મૃગ થયા. ગંગા તીરે હંસ થયા. કાશી ભૂમિમાં ચંડાલ થયા. દેવલોકમાં મહર્તિક દેવ થયા.....” તે પછીનો શ્લોક જે પૂર્ણ કરશે તેને હું અડધું રાજ્ય આપીશ. આ પ્રમાણે તેણે પ્રતિદિન નગરમાં ઉદ્ઘોષણા કરાવી.
ચક્રીના રાજ્યના અર્થી લોકોએ તે અડધો શ્લોક કંઠસ્થ કરી લીધો. પણ કોઈ તેને પૂરો કરી શક્યું નહીં. ચિત્રનો જીવ (બ્રહ્મદત્ત ચક્રીના પૂર્વભવમાં સંભૂતનો ભાઈ) જે પુરિમતાલનગરમાં ધનાઢ્યને ઘેર પુત્રપણે અવતરેલો હતો. તેને જાતિસ્મરણજ્ઞાન થવાથી દીક્ષા ગ્રહણ કરી. ગ્રામાનુગ્રામ વિચરતા તેણે લોકમુખે તે શ્લોક સાંભળ્યો. તેથી પૂર્વભવના ભાઈને પ્રતિબોધ કરવા તે કાંડિલ્ય નગરે આવ્યા. આરામના મનોરમ ઉદ્યાનમાં તે સાધુ રહ્યા. રેંટ ચલાવનારના મુખે અધૂરો શ્લોક સાંભળી તે મુનિ બોલ્યા, છઠા ભવે એકબીજાની અલગ જમ્યા' આ પ્રમાણે તે શ્લોકનો ઉત્તરાર્ધ પૂરો થયો. તે રેટ ચલાવનાર રાજા આગળ જઈને બંને શ્લોક પૂરો બોલી ગયો. તેને ધમકાવવાથી શ્લોક પૂરો કરનારનું નામ આપ્યું. તેને પુષ્કળ ઇનામ આપી વિદાય કર્યો. નેહવશ થઈ ચક્રીને મૂર્છા આવી ગઈ. મુનિનું નામ જાણી ઉત્કંઠાથી તે મુનિને જોવા ઉદ્યાનમાં આવ્યો. મુનિને વંદન કરી નેત્રમાં અશ્રુ લાવીને પૂર્વજન્મની માફક સ્નેહ ધરીને બેઠો.
(ઉત્તરાધ્યયન અધ્યયન-૧૩માં સૂત્ર ૪૦૭ થી ૪૪૧માં ચિત્ર-સંભૂત નામથી આ ઘટના અને પછીનો સંવાદ આ પ્રમાણે છે...)
– જાતિથી પરાજિત સંભૂતમુનિએ હસ્તિનાપુરમાં ચક્રવર્તી થવાનું નિયાણું કર્યું. ત્યાંથી મૃત્યુ પામીને તે પદ્મગુલ્મ વિમાનમાં દેવ થયો. પછી બ્રહ્મદત્ત ચક્રવર્તીરૂપે ચૂલનીની કુક્ષિમાં જન્મ લીધો. કાળક્રમે સંભૂતમુનિનો જીવ બ્રહ્મદત્ત ચક્રવર્તી થયો.
– ચિત્રમુનિ પુરિમતાલ નગરમાં વિશાળ શ્રેષ્ઠિ કુળમાં ઉત્પન્ન થયા. ધર્મ સાંભળીને પ્રવ્રજિત થયા. (મૂળમાં ‘ઘH 5T લૂંફાં જ લખ્યું છે. ભાવવિજયજી એ વૃત્તિમાં જાતિસ્મરણજ્ઞાન થવાથી દીક્ષા લીધી એમ જણાવેલ છે.)
– કાંપિલ્ય નગરમાં ચિત્ર અને સંભૂત(બ્રહ્મદત્ત) બંને મળ્યા. તેઓએ પરસ્પર સુખ અને દુઃખરૂપ કર્મફળના વિપાકના સંબંધમાં વાતચીત કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org