________________
૧૨૮
આગમ કથાનુયોગ-૨
એક વખતે અમારા ભાઈએ ફરતા–ફરતા તમારા મામાની કન્યા પુષ્પવતીને જોઈને તેનું હરણ કર્યું. પુષ્પવતીનું હરણ કર્યા પછી તેની દૃષ્ટિને સહન ન કરવાથી તે વિદ્યા સાધવાને ગયો. પછીની વાત તો તમે જાણો જ છો. પુષ્પવતીએ અમને બધું જણાવ્યું. પણ ભૂલથી તેણીએ લાલને બદલે સફેદ ધજા ફરકાવી એટલે તમે ત્યાંથી ચાલ્યા ગયા. અમે આપને સર્વત્ર શોધ્યા. પણ આપ ક્યાંય મળ્યા નહીં. તેથી નિર્વેદ પામીને અહીં આવીને રહ્યા છીએ. હે સ્વામી ! આજે અમારા પુણ્યથી તમે અહીં આવ્યા છે, તેથી અમે તમને વરીએ છીએ. તેમનાં આવા પ્રેમવચન સાંભળીને બ્રહ્મદત્ત ગાંધર્વ વિવાહથી તેમને પરણ્યો. બંને સાથે ક્રીડા કરતા બ્રહ્મદતે રાત્રિ નિર્ગમન કરી. પછી કહ્યું કે, જ્યાં સુધી મને રાજ્યનો લાભ ન થાય ત્યાં સુધી તમારે પુષ્પવતી સાથે રહેવું.
ત્યાર પછી બ્રહ્મદત્ત તાપસના આશ્રમમાં રાખેલી રત્નપતીને શોધવા લાગ્યો. ત્યાં તેણી જોવામાં ન આવી પણ એક દિવ્ય આકૃતિ પુરુષને જોયો. બ્રહ્મદરે પૂછયું, હે મહાભાગ! અહીં તમે દિવ્ય વસ્ત્રધારી કોઈ સ્ત્રીને જોઈ ? તેણે કહ્યું કે, હે નાથ ! હે નાથ! એમ પોકારી રૂદન કરતી એક સ્ત્રી મેં જોયેલ. અમારી સ્ત્રીઓએ તેણીને તેના કાકાને સોંપી. પછી તેણે પૂછયું કે, શું તમે તેના પતિ છો ? બ્રહ્મદત્તે હા કહી. પછી તે પુરુષ આગ્રહપૂર્વક બ્રહ્મદત્તને તેણીના કાકાને ઘેર લઈ ગયો. રત્નવતીના કાકાએ સમૃદ્ધિપૂર્વક રત્નપતીનો વિવાહ મહોત્સવ કર્યો. ત્યાં બ્રહ્મદત્તની સાથે વિષયસુખ ભોગવવા લાગ્યો.
કોઈ વખતે બ્રહ્મદત્તે પોતાના મિત્ર વરધનુના ઉત્તરકાર્ય કરવાનો આરંભ કર્યો. તે વખતે બ્રાહ્મણના વેશે વરધનું પણ ત્યાં આવ્યો. તેણે બ્રહ્મદરને કહ્યું કે, જો મને ભોજન આપશો તો તે સાક્ષાત્ વરધનુને જ મળશે. તે સાંભળીને કુમાર સંભ્રમથી ઘરની બહાર આવ્યો. તેની સામે ધ્યાનથી જોઈને બ્રહ્મદત્ત તેને ઓળખી ગયો. હર્ષાશ્રુથી તેને નવડાવતો, તેને અંતગૃહમાં લઈ ગયો. પછી તેનો વૃત્તાંત પૂછયો. તે કહેવા લાગ્યો, હે મિત્ર ! તમે સૂઈ ગયા પછી ચોર લોકોએ મને રુંધી લીધો. વૃક્ષની અંદર રહેલા એક ચોરે મને બાણ માર્યું. હું પૃથ્વી પર પડી ગયો. લતાઓના અંતરમાં ઢંકાઈ ગયો. મને ત્યાં ન જોતા ચોરો ચાલ્યા ગયા. એક ગામના નાયક પાસેથી તમારા ખબર મેળવીને ચાલતો ચાલતો અહીં આવ્યો. મેં તમને અહીં જોયા પછી બ્રહ્મદત્તે કહ્યું, હે મિત્ર! પુરુષાર્થ કર્યા વિના આમને આમ ક્યાં સુધી ભટકશું ?
તે સમયે ત્યાં મદનોત્સવ પ્રવર્યો. તેવામાં રાજાનો એક ઉન્મત્ત હાથી ખીલો ભાંગી સાંકળ તોડીને સર્વ જનોને ત્રાસ પમાડતો છૂટો થઈ ગયો. તે હાથીએ કોઈ કન્યાને કમલિનીની જેમ ખેંચીને પોતાની સુંઢમાં પકડી લીધી. તેથી તે કન્યા દીન નેત્રે પોકાર કરવા લાગી. સર્વત્ર હાહાકાર થઈ ગયો. તે સમયે બ્રહ્મદત્તે તેને લલકાર્યો હાથી કન્યા છોડીને બ્રહ્મદત્ત સામે દોડ્યો. બ્રહ્મદત્તે તેની સામે વસ્ત્ર ફેંક્યું. હાથી દાંત વડે તે વસ્ત્ર પર પ્રહાર કરવા લાગ્યો. પછી બ્રહ્મદત્તે વચનથી, પગથી, અંકુશથી હાથીને તુરંત વશ કર્યો. પછી તે હાથીને ખીલા પાસે લઈ જઈ બાંધી દીધો. લોકો તેનો જયજયકાર કરવા લાગ્યા. ત્યાં રાજા આવ્યો. કુમારનું તેજ જોઈને રાજા વિસ્મય પામ્યો. રાજાએ પૂછયું કે, આ કોણ છે? સૂર્ય કે ઇન્દ્ર તો નથી ને ? રત્નપતીના કાકાએ આવીને સમગ્ર વૃત્તાંત જણાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org