________________
ચક્રવર્તી – બાદત કથા
૧૨૩
બ્રહ્મદરે કુલપતિને વિશ્વાસથી સર્વ વૃત્તાંત જણાવ્યો. તે સાંભળી કુલપતિએ ગદ્ગદિત થઈને કહ્યું કે, હું તમારા પિતા બ્રહ્મ રાજાનો નાનો ભાઈ છું. આ તારું ઘર જ છે એમ સમજી સુખેથી રહે અને કોઈ ડર રાખીશ નહીં. તેથી અત્યંત ખુશ થઈને કુમાર ત્યાંજ રહ્યો. અનુક્રમે વર્ષાકાળ પ્રાપ્ત થયો. ત્યાં કાકાના પ્રેમથી તે સર્વ કળાને વિશેષ કરીને શીખ્યો. ત્યાર પછી શરદઋતુ આવી. તાપસો ફળ આદિને માટે વનમાં ગયા. કુલપતિના નિષેધ છતાં બ્રહ્મદત્ત તેમની સાથે ગયો. ત્યાં ફળફૂલથી ભરેલ નમેલા અને નહીં નમેલા વૃક્ષોને જોયા. નજીકમાં કોઈ હાથીને યો. તાપસોએ તેને ઘણો અટકાવ્યો, તો પણ કુમાર હાથીની પાછળ ગયો. પર્વત જેવા હાથી સામે તે નરહસ્તી કુમારે ઉગ્ર ગર્જના કરી. તેથી તે હાથી રોષથી અંધ બન્યો. કુમાર તરફ દોડતો આવ્યો. કુમારે તેને છેતરવા પોતાનું વસ્ત્ર ફેંક્યું. તે પડતા વસ્ત્ર પર ક્રોધી ગજેન્દ્ર દંતશુળથી પ્રહાર કરવા માંડ્યો. ત્યારે કુમારે અનેક ક્રીડા દ્વારા તે હાથીને રમાડ્યો.
– તે વખતે વરસાદની ધારા શરૂ થઈ જળધારાએ તે હાથીને ઉપદ્રવ કરવા માંડ્યો. તેથી તે હાથી નાસી ગયો. બ્રહ્મદત્તકુમાર આખો દિવસ દિમૂઢ થઈને તેની પાછળ ભમતો ભમતો નદીમાં પડ્યો. તેના કિનારે એક પુરાણુ ઉજ્જડ નગર તેના જોવામાં આવ્યું. તેમાં પ્રવેશતા કુમારે એક વંશજાલિકા જોઈ. ત્યાં એક ખડ્રગ અને ખ્યાન જોઈને શસ્ત્રપ્રિયકુમારે તેને લઈ લીધા. ખગ વડે તેણે વંશજાલિકાને છેદી નાખી. તેવામાં છેદાઈને પૃથ્વી પર પડેલું એક મસ્તક તેના જોવામાં આવ્યું. તેથી સંબ્રાન્ત થયેલા કુમારે વધુ તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે, ધુમ્રપાન કરનારા કોઈ નિરપરાધીને તેણે મારી નાંખ્યો. “મને ધિક્કાર છે” એમ તે પોતાના આત્માની નિંદા કરવા લાગ્યો. આગળ ચાલતા તેણે સાત માળ વાળો પ્રાસાદ જોયો. તેને ફરતું એક ઉદ્યાન હતું. સાક્ષાત્ સ્વર્ગ એવા તે મહેલ પર કુમાર ચઢ્યો.
ત્યાં હાથ પર મુખ રાખીને બેસેલી એક વિદ્યાધરી જેવી સુંદર સ્ત્રી તેના જોવામાં આવી. કુમારે તેની પાસે જઈને પૂછયું, તું કોણ છે ? અહીં એકલી કેમ ઊભી છે ? ભયભીત થયેલી તે કન્યાએ ગદ્ગદિત થઈ કહ્યું કે, મારો વૃત્તાંત ઘણો મોટો છે, માટે પ્રથમ તમે કહો કે તમે કોણ છો ? અહીં કેમ આવ્યા છો ? તેની વાણીથી હર્ષિત થયેલા કુમારે કહ્યું કે, હું પાંચાલ દેશના બ્રહ્મ રાજાનો પુત્ર બ્રહ્મદત્ત છું. આટલું સાંભળતા જ તે રમણી હર્ષથી ઊભી થઈ. તેના લોચનરૂપ અંજલિમાંથી ખરતા આનંદાશ્રુના જળથી તેણીએ કુમારના ચરણ ઉદક વડે ભીંજવી દીધા. પછી કહ્યું, હે કુમાર ! શરણ વિનાની મને તમારું શરણ થાઓ. આ પ્રમાણે બોલતી તે કન્યા રડવા લાગી. તેને આશ્વાસન આપી કુમારે પૂછ્યું, તું કેમ રડે છે ?
ત્યારે તે કન્યા બોલી, હું તમારા મામા પુષ્પચૂલની પુષ્પચૂલા (પુષ્પવતી) નામે પુત્રી છું. મારા પિતાએ તમને આપેલી છે. હું ઉદ્યાનની વાપિકાના કિનારે રમવા ગઈ હતી. તેવામાં એક દુષ્ટ વિદ્યાધર મારું હરણ કરીને અહીં લાવેલ છે. આટલો કાળ હું બંધુ આદિજનોના વિરહથી પીડાતી હતી. આપને જોઈને મને શાતા વળી બ્રહ્મદત્તે જ્યારે પૂછયું કે, તે મારો શત્રુ ક્યાં ગયો ? ત્યારે પુષ્પવતીએ કહ્યું કે, તે મારા તેજને સહન કરી શક્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org