SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવર્તી – બહ્મદત્ત કથા ૧૨૧ છે. તે આપણને મારવા ઇચ્છે છે. ત્યારે ચૂલની દેવીએ કહ્યું કે, તે બાળકની વાતથી શું ડરવાનું ? વળી કોઈ વખતે બ્રહ્મદત્ત ભદ્રજાતિની હાથિણી અને હલકી જાતિના હાથીને લાવ્યો. ફરી પૂર્વવત્ મૃત્યુસૂચક વચન બોલ્યો. તે સાંભળી દીર્ઘ ચુલનીને કહ્યું કે, આ બાળકનું ભાષણ સાભિપ્રાય છે. યુલનીએ કહ્યું કે, જો એમ હોય તો પણ તે બાળક શું કરવાનો છે ? ફરી તે હંસલી અને બગલાને લાવ્યો અને પૂર્વવત્ ધમકી ઉચ્ચારી. –૦- બ્રહ્મદત્તને મારવાનો પ્રયત્ન અને બચાવ : દીર્ઘરાજાએ ચુલની દેવીને કહ્યું, તારા બાળપુત્રનું વાણી સાંભળ. નિશે તેના મનમાં રહેલો આ રોષાગ્નિ છે. આ બાળક મોટો થતાં આપણને અવશ્ય વિદનકર્તા થશે. કોઈપણ ઉપાયથી આનો વિનાશ કરવો પડશે. વિષની વેલીની જેમ તેની ઉપેક્ષા કરવા યોગ્ય નથી. ચુલની બોલી. આવા રાજ્યધર પુત્રને મારી કેમ નખાય ? તિર્યંચો પણ પોતાના પ્રાણની જેમ પુત્રની રક્ષા કરે છે. દીર્થે કહ્યું, હે સુતનુ ! આ પુત્ર મૂર્તિમાન્ એવો તારો કાળ જછે. તેથી તેની ઉપર તું મોહ રાખ નહીં. હું હોઈશ તો તને પુત્ર થવા કંઈ દુર્લભ નથી. મોહના ઉદયથી ચુલનીએ તેની વાત સ્વીકારી. તેણી રતિસ્નેહને વશ થઈ અને પુત્રનો મોહ લુપ્ત થયો. ચુલનીએ વિચાર્યું કે, કોઈ ઉપાય વડે આ પુત્રને મારી નાંખવો પણ લોકમાં નિંદા થવા ન દેવી. દીર્થે કહ્યું કે, તેના વિવાહ ગોઠવીએ પછી વાસગૃહના કપટથી એક લાક્ષાગૃહ બનાવવું. પછી તે પુત્રને તેની પત્ની સહિત સુતો હોય ત્યારે રાત્રિના અગ્નિ પ્રગટાવી દેવો. આ પ્રમાણે તેમણે મંત્રણા કરી, તે શયનગૃહની જાળીમાંથી અંતઃપુર રક્ષકે સાંભળીને ધનુમંત્રીને જણાવી. ધનુકુમારના રક્ષણ માટે પ્રયત્ન કરવા લાગ્યો. બ્રહ્મદત્તના વિવાહ પુષ્પચલ રાજાની પુત્રી પુષ્પચૂલા (પુષ્પવતી) સાથે કરવાનું નક્કી થયું. વિવાહને યોગ્ય સર્વ સામગ્રીની તૈયારી થવા લાગી. બ્રહ્મદત્તના હિતની રક્ષા માટે ધનુમંત્રીએ જઈને દીર્ઘરાજાને કહ્યું કે, મારે વરધનું નામે પુત્ર છે તે હવે તમારી આજ્ઞાને વહન કરનારો થાઓ. હું હવે વૃદ્ધ થયો છું. બીજે સ્થાને જઈને ધર્મ અનુષ્ઠાન કરવા જઉં. મંત્રીના આવા વચનથી દીર્ઘને શંકા થઈ કે, આ કોઈ બીજા સ્થાને જઈ અનર્થ સર્જશે. તેથી તેણે મંત્રીને કપટથી કહ્યું કે, તમે અહીં જ રહીને દાનાદિ કાર્ય દ્વારા ધર્મ આચરો. રાજાના વચનથી તે સદ્બુદ્ધિવાળા મંત્રીએ ગંગાનદીના કિનારે દાનશાળા બનાવી. ત્યાં ગરીબ આદિને દાન દેવાનું કાર્ય આરંભ્ય. પછી દાન–માન અને ઉપકાર વડે પ્રતીતિ યોગ્ય થયેલા પુરુષોની પાસે બે કોશ દૂરથી સુરંગ કરાવી લાક્ષાગૃહ સુધી મેળવી દીધી. પછી ગુપ્ત રીતે બધી વાત પુષ્પયુલ રાજાને જણાવી દીધી. રાજાએ પણ પોતાની પુત્રીના સ્થાને એક દાસીને મોકલી દીધી. લોકો પણ તે દાસીને રાજાની પુત્રી જ સમજવા લાગ્યા. આભૂષણોના મણિથી પ્રકાશતી તે દાસી નગરમાં પ્રવેશી. ગણિકાના પ્રેમની જેમ બહારથી હર્ષ દેખાડતી ચુલનીએ લગ્ન મહોત્સવ કર્યો. બ્રહ્મદત્ત સાથે તેના લગ્ન કરાવ્યા. પછી લોકોને વિદાય આપી ચુલનીએ તે વરવધૂને લાક્ષાગૃહમાં સુવા મોકલ્યા. બ્રહ્મદત્તે પણ બીજાને વિદાય કરી, પોતાની પત્ની અને મંત્રીપુત્ર વરધન સાથે શયનગૃહમાં ગયો. મંત્રીપુત્ર સાથે વાર્તાલાપ કરતા બ્રહ્મદત્ત જાગૃત સ્થિતિમાં જ અડધી રાત્રિ નિર્ગમન કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy