SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૨ જોયા. બ્રહ્મરાજાએ તે પુત્રનો જન્મ થતા બ્રહ્મદત્ત એવું નામ પાડ્યું. તે કુમાર શુક્લ પક્ષના ચંદ્રની જેમ વૃદ્ધિ પામ્યો. જગતને આનંદ આપનાર તથા મધુર ભાષી થયો. તે બ્રહ્મરાજાને ચાર મિત્રો હતા. કાશી દેશનો રાજા કટક, હસ્તિનાપુરનો રાજા કર્ણરુદત્ત, કોશલ દેશનો રાજા દીર્ઘ અને ચંપા નગરીનો રાજા પુષ્પચૂલ. તે પાંચે મિત્રો મધ્યે ગાઢ સ્નેહ હતો. તેઓ એકબીજાનો વિરહ ખમી શકતા ન હતા. તેથી પાંચે મિત્રો એક એક નગરમાં એક–એક વર્ષ સાથે રહેતા હતા. કોઈ વખતે ક્રમાનુસાર તેઓ કાંપિલ્ય નગરમાં એકઠા થયા. બ્રહ્મરાજાને ઇન્દ્રથી પ્રમુખ ચાર રાણીઓ હતી. તેમાં ચુલનીએ બ્રહ્મદત્તને જન્મ આપેલો, તે વખતે જ તેના ધનુ નામના સેનાપતિને ત્યાં પણ પુત્રજન્મ થયેલો. તેનું વરધનુ નામ પાડેલ. કાળક્રમે તે બંનેએ અનેક કળા ગ્રહણ કરી. તેવામાં કોઈ દિવસે બ્રહ્મ રાજાને મસ્તકમાં દુસ્સહ વેદના શરૂ થઈ. તે વખતે બ્રહ્મદત્ત બાર વર્ષનો થયેલો. બ્રહ્મ રાજાએ પોતાનો પુત્ર તેમના મિત્રોને સોંપીને કહ્યું કે, આ બાળક વતી તમારે રાજ્ય ચલાવવું. ત્યાર પછી બ્રહ્મ રાજાનું મૃત્યુ થયું. ત્યાર પછી બ્રહ્મ રાજાના મિત્રોએ બ્રહ્મનું મૃતક કર્મ કર્યું. કેટલાંક દિવસો વીત્યા બાદ તે મિત્રરાજાઓએ બ્રહ્મદત્તનો રાજ્યાભિષેક કર્યો. મિત્રરાજાઓએ વિચાર કર્યો કે, હજી આ રાજ્યની ધુરાને ધારણ કરવા સમર્થ નથી. તેથી તેનું પાલન કરવું જોઈએ. જ્યાં સુધી તેનું શૈશવ પૂર્ણ થાય ત્યાં સુધી આપણામાંથી કોઈએ રાજ્યનું રક્ષણ કરવું જોઈએ. કેટલાંક વર્ષો પછી તે રાજ્યભાર સંભાળી શકશે. તેઓએ દીર્ઘરાજાને ત્યાં રક્ષણની જવાબદારી સોંપી, બીજા મિત્રરાજાઓ પોતપોતાને નગરે ગયા. દીર્ઘરાજા સમગ્ર રાજ્યને કાગડો ઓદનને ભોગવે તે રીતે ભોગવવા લાગ્યો અને બીલાડી દૂધને શોધે તે રીતે ગુપ્ત રાખેલા ભંડારને શોધવા લાગ્યો. દીર્ઘરાજાના અપ્રતિહત પ્રવેશને લીધે ક્રમશઃ તેનો ચૂલની સાથે સંબંધ બંધાયો. પૂર્વનો પરીચય તો હતો જ. પોતાની નિપુણ વાણી વડે તેણે ચૂલની દેવીને મોહિત કરી. ચૂલની પણ તેની સાથે પ્રેમમાં રમણ કરવા લાગી. તે બંને સુખે ભોગ ભોગવતા દિવસો પસાર કરવા લાગ્યા. ૧૨૦ ન આ વાત અંતઃપુર રક્ષકને જાણવામાં આવી. તેણે તે વાત બ્રહ્મરાજાના બીજા હૃદય જેવા મંત્રી ધનુને કરી. તેણે વિચાર્યું કે, ચુલની એ આ અકાર્ય કર્યું તે સ્ત્રીજાતિના સ્વભાવથી સહજ છે. પણ જેને વિશ્વાસથી બધું સોંપેલ છે તે દીર્ઘરાજા વિકાર પામી આવું અકાર્ય કરે તે અયુક્ત છે. હવે તે બ્રહ્મદત્તકુમારનું કંઈ વિપ્રિય ન કરે તે જોવાનું છે. કેમકે સર્પની જેમ પોષણ કરાયેલ તે કદી પોતાનો થવાનો નથી. એમ વિચારી મંત્રીએ પોતાના પુત્ર વરધનુને આ વૃત્તાંત બ્રહ્મદત્તને જણાવવાની, તેની નિરંતર સેવા કરવાની અને કુમારને ક'દિ એકલા ન મૂકવાની આજ્ઞા કરી. જ્યારે બ્રહ્મદત્તના જાણવામાં આ વૃત્તાંત આવ્યો. ત્યારે તેણે કોઈ ઉપાયથી તેમને રોકવા વિચાર્યું. બ્રહ્મદત્ત એક દિવસ વિજાતીય પક્ષી એવા કાગડા અને કોકિલાને લઈને અંતઃપુરમાં ગયો. પછી તે ઊંચે સ્વરે બોલ્યો કે, જે આ પક્ષીની માફક વર્ણશંકરપણું કરશે તેનો જરૂર હું નિગ્રહ કરીશ. હું નિશ્ચિતપણે તેને મારી નાખીશ. આ પ્રમાણે તે રોજ ત્યાં ભ્રમણ કરવા લાગ્યો. ત્યારે દીર્ઘરાજાએ ચુલની કહ્યું કે, આ બાળક મને કાગડો અને તને કોયલ માને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy