SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ લાવી. પછી જયચંદ્રા સાથે તેના તત્કાળ વિવાહ થયા. જયચંદ્રાના મામાના દીકરા ગંગાધર અને મહીધર નામે બે દુર્મદ વિદ્યાધરો હતા. તેઓ જયચંદ્રાના વિવાહના સમાચાર સાંભળી અત્યંત ગુસ્સે થયા. તેઓ બંને પોતાના સર્વ બળ સહિત મહાપદ્મ સાથે યુદ્ધ કરવા સુરોદયપુર આવ્યા. કેમકે તે પણ જયચંદ્રાને પ્રાપ્ત કરવા ઇચ્છતા હતા. મહાપદ્મકુમાર પણ વિદ્યાધરોની સેના સહિત લડવા માટે નગરથી બહાર નીકળ્યો. મહાપડ્યે શત્રુસૈન્યનો જોત—જોતામાં ભંગ કરતા તે વિદ્યાધરપતિ ગંગાધર અને મહીધર ત્યાંથી જીવ લઈને નાસી ગયા. આગમ કથાનુયોગ-૨ પછી ચક્રરત્ન આદિ રત્નો ઉત્પન્ન થયા. લીલા માત્રમાં મહાપડ્યે સમગ્ર ભરતક્ષેત્ર પર વિજય પ્રાપ્ત કર્યો. એક સ્ત્રીરત્ન સિવાય મહાપદ્મને ચક્રવર્તીપણાની સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. મદનાવલિ વિના તે બધું જ અધૂરું લાગ્યું. ક્રીડા કરવાને બહાને મહાપદ્મ તાપસોના આશ્રમમાં ગયો. તાપસોએ ફળ, પુષ્પ આદિથી તેનું આતિથ્ય કર્યું. જન્મેજયરાજા પણ ફરતો ફરતો ત્યાં આવ્યો. તેણે પોતાની પુત્રી મદનાવલી મહાપદ્મને પરણાવી. એ પ્રમાણે ચક્રીની સર્વ સમૃદ્ધિ પૂર્ણ કરી તે હસ્તિનાપુર આવ્યો. આ વૃત્તાંત સાંભળી પ્રથમથી ખુશ થયેલા તેના માતા–પિતાને પ્રણામ કર્યા. પોતાના પુત્રનું અદ્ભુત ચરિત્ર સાંભળીને, તેની ઋદ્ધિ-સમૃદ્ધિ જોઈને માતા-પિતાના હૃદય હર્ષવિભોર બન્યા. કોઈ વખતે મુનિસુવ્રતસ્વામીના શિષ્ય સુવ્રતાચાર્ય વિચરણ કરતા ત્યાં પધાર્યા. તે સાંભળીને રાજા પરિવાર સહિત તેને વંદન કરવા ગયો. ત્યાં તેમની ધર્મદેશના સાંભળી. પોતાના પુત્રને રાજ્ય સોંપી તેણે દીક્ષા લેવા વિચાર્યું. આચાર્યએ પણ કહ્યું કે, ધર્મકાર્યમાં વિલંબ કરવો ન જોઈએ. તે પોતાના નગરમાં ગયો. પોતાના પરિજનોને, મંત્રી તથા સામંતોને બોલાવ્યા. પોતાના પુત્ર વિષ્ણુકુમારને પણ બોલાવ્યો. પછી બધાંને કહ્યું કે, મેં સુવ્રતાચાર્ય પાસે સંસારની અસારતાનો બોધ સાંભળ્યો છે. આટલો વખત વ્રતરહિતપણે પસાર કરી હું ઠગાયો છું. તેથી હવે હું વ્રત ગ્રહણ કરવા ઇચ્છું છું અને આ વિષ્ણુકુમારને રાજ્યભાર સોંપવા માંગુ છું, ત્યારે વિષ્ણુકુમારે પણ કહ્યું કે, કિંપાકના ફળ સમાન ભોગોમાં મને રસ નથી, હું પણ આપની સાથે દીક્ષા જ ગ્રહણ કરીશ. તેથી મહાપદ્મને બોલાવીને કહ્યું કે, હવે તમે જ આ રાજ્યનો ભાર સંભાળો. ત્યારે મહાપદ્મ પદ્મોત્તર રાજાને કહ્યું, વડીલતુલ્ય વિષ્ણુકુમાર છે ત્યાં સુધી મારે તે કાર્ય કરવું ઉચિત નથી. આપ તેનો જ રાજ્યાભિષેક કરો. હું તો પહેલાંની માફક ફરી પણ યુવરાજ થઈને જ રહીશ. રાજાએ કહ્યું કે, મેં તો વિષ્ણુકુમારને પ્રાર્થના કરી, પણ તે તો રાજ્ય ગ્રહણ કરવાને ઇચ્છતો નથી. મારી સાથે દીક્ષા લેવાને ઇચ્છે છે. આ વાત સાંભળી પદ્મકુમાર મૌન રહ્યા. પદ્મોત્તર રાજાએ ચક્રીપણાના અભિષેક સહિત તેને રાજ્ય સોંપ્યું. પછી રાજાએ વિષ્ણુકુમાર સાથે સુવ્રતાચાર્ય પાસે દીક્ષા લીધી. પછી મહાપદ્મચક્રીએ પૃથ્વી પર પોતાના શાસનની માફક સર્વજનોએ પૂજેલા પોતાની માતાના જૈનરથને આખી નગરીમાં ફેરવ્યો. ચક્રીએ પોતાના વંશની માફક જૈન શાસનની ઉન્નત્તિ કરી. ઘણાં ભવ્યોને આર્હતુ શાસનને અર્પણ કર્યા. ઘણાં જ ગામ, આકર, નગર આદિમાં કોટિશઃ ચૈત્યો તે પરમાર્હત્ ચક્રવર્તીએ કરાવ્યા. કોઈ વખતે પદ્મોત્તર રાજર્ષિએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને વિષ્ણુકુમાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy