________________
ચક્રવર્તી – મહાપદ્મ કથા
૧૦૯
મનોરથો હું પૂરા કરી શકીશ ? આ પ્રમાણેના મનોરથરૂપી રથ પર આરૂઢ થયેલો તે રાજકુમાર ફરતો-ફરતો સિંધુનંદન ઉપવને પહોંચ્યો. ત્યાં નગરની સ્ત્રીઓ ઉદ્યાનમાં રહી વિવિધ ક્રીડામાં મગ્ન હતી. તે ક્રીડાનો કોલાહલ સાંભળી ત્યાંના રાજા મહાસેનનો એક હાથી આલાન સ્તંભને ઉખેડીને, મહાવતને ફેંકી દઈને ભાગ્યો. તે નગરની સ્ત્રીઓના અનુરાગથી તત્કાળ ત્યાં આવી ગયો. અતિશય બીક પામેલ તે સ્ત્રીઓ નાશતા પોકારવા લાગી કે અહીં કોઈ એવો વીર છે કે, જે અમને આ હાથીથી બચાવે ?
તેઓનો પોકાર સાંભળી મહાપ તે હાથીને તર્જના કરી. તરત જ તે હાથી ક્રોધથી મહાપદ્મ સમ્મુખ વન્યો. તેને આવતો જોઈ, ખલના પહોંચાડવા મહાપદ્મ એક વસ્ત્ર આકાશમાં ફેંક. હાથીએ ક્રોધાંધ થઈ તે વસ્ત્રને મહાપદ્મ સમજીને પ્રહાર કર્યો. તે વખતે કોલાહલ સાંભળી મહાન રાજા, તેના સામંત અને મંત્રી સાથે ત્યાં આવ્યો. સર્વે નગરજનો પણ ત્યાં ભેગા થઈ ગયા. તે વખતે મહાન રાજાએ મહાપાને કહ્યું કે, વીર ! દૂર ખસી જા. ક્રોધથી કાળ જેવા થયેલા આ હાથી સાથે યુદ્ધ કરવું રહેવા દે. મહાપદ્મ કહ્યું કે, હે રાજન્ ! શાંત થઈને ક્ષણવાર જુઓ. હું હમણાં જ આ ઉન્મત્ત હાથીને વશ કરી દઈશ. એ પ્રમાણે કહીને તેણે હાથીના મસ્તક પર વજ જેવી મુઠી વડે પ્રહાર કર્યો. પછી તે હાથી કુમારને પકડવા ઉદ્યત્ત થયો. તેટલામાં તે કુમાર ઉછળીને તે હાથી પર આરૂઢ થઈ ગયો. પછી તે હાથીને હાથ-પગ પર વિવિધ પ્રહારો કરી, કંઠ ભાગે અંગુઠા વડે પીડા કરી અંકુશિત કરી દીધો. તે હાથી નાના બાળની માફક તેની સાથે રમતો જોઈ સર્વજનો વિસ્મિત થઈ ગયા.
– મહાસેન રાજા પણ તેની પ્રશંસા કરવા લાગ્યા. મહાપા તે હાથી સાથે ક્રીડા કરવા લાગ્યો. પછી કોઈ મહાવતને તે હાથી સોંપી કુમાર નીચે ઉતરી ગયો. મહાસેન રાજાએ પણ તેના પરાક્રમ અને રૂપથી જાણ્યું કે, આ કુમાર કોઈ ઉચ્ચ કુળમાં જન્મ્યો છે. એ પ્રમાણે વિચારી રાજા તેને પોતાને ઘેર લઈ ગયો. તેને પોતાની સો કન્યા પરણાવી. તે રાજકન્યાની સાથે નિત્ય ભોગ ભોગવતા કુમારને મદનાવલીની યાદ આવવા લાગી. એક વખત મહાપમકુમાર શય્યામાં સુતા હતા ત્યારે વેગવતી નામની વિદ્યાધરી તેનું હરણ કરવા આવી. નિદ્રા ભંગ થતા કુમારે વ્રજ જેવી મુષ્ટિ ઉગામી કહ્યું કે, મારું હરણ કેમ કરે છે? ત્યારે તેણી બોલી કે, હે શૂરવીર ! તમે કોપ ન કરો, મારી વાત સાંભળો
વૈતાયગિરિ પર સુરોદય નામે એક નગર છે. ત્યાં ઇન્દ્રધનું નામે એક વિદ્યાધર રાજા છે. શ્રીકાંતા નામે તેની પત્ની છે. જયચંદ્રા નામે તેને પુત્રી છે. યોગ્ય વર ન મળવાથી તે સર્વ પુરુષો પર હેપવાળી થઈ હતી. ભરતક્ષેત્રના તમામ રાજાઓના ચિત્ર બતાવ્યા, પણ તેને કોઈ રૂટ્યો નહીં. પછી એક વખતે મેં તમારું રૂપ ચિત્રપટ પર આલેખી બતાવ્યું એટલે તેણી તત્કાળ આકર્ષિત થઈ. તેણીએ કહ્યું કે, હવે હું આને જ પરણીશ અન્યથા અગ્નિ પ્રવેશ કરીશ. તેથી તેણીના પિતાઓ મને તમને લાવવા મોકલી છે. મેં જયચંદ્રાને પણ આશ્વાસન આપતા કહ્યું છે કે, તારા હૃદયપઘને વિકસ્વર કરનાર તે મહાપાને હું જરૂર લાવીશ, જો હું નહીં લાવી શકું તો અગ્નિમાં પ્રવેશ કરીશ, માટે તમે કોપ ન કરો. આ પ્રમાણે હકીકત સાંભળી મહાપદ્મની અનુજ્ઞાથી તે વેગવતી વિદ્યાધરી મહાપદ્મને સુરોદયપુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org