________________
૧૦૮
આગમ કથાનુયોગ-૨
નિર્ચન્થભક્તિ બુદ્ધિએ તેને ખંભિત કરી દીધો. પ્રાત:કાળે લોકો તેને તે સ્થિતિમાં જોઈને વિસ્મય પામ્યા. રાજા તો આચાર્ય પાસે ઘર્મ સાંભળી ઉપશાંત થઈ ગયાં. બધાં લોકો દ્વારા નિંદા થતા તે નમુચી અપમાનીત થયો. દેવીએ પછી તેને મુક્ત કર્યો. લજ્જા પામી તે મંત્રી ત્યાંથી હસ્તિનાપુર ગયો. તે ત્યાં મહાપવા યુવરાજના સંગમાં આવ્યો અને પૂર્વના પુણ્યથી તેણે ત્યાં અમાત્ય પદ પ્રાપ્ત કર્યું.
મહાપબના દેશના પ્રાંત ભાગમાં સિંહબલ નામે રાજા રહેતો હતો. તે દુર્ગમ એવા દૂર્ગમાં આશ્રય લઈને રહેલો. સિંહની જેમ તે ઘણો પરાક્રમી હતો. તે વારંવાર મહાપદ્મના દેશને લુંટી લુંટીને તે પોતાના દુર્ગમાં પ્રવેશી જતો, તેથી તેને કોઈ પકડી શકતું ન હતું. એક વખતે કોપિત થયેલા મહાપો નમુચી મંત્રીને કહ્યું કે, તમે સિંહબલને પકડવાનો કોઈ ઉપાય જાણો છો ? નમુચીએ કહ્યું કે, હા હું જાણું છું. ત્યારે મહાપદ્મ ખુશ થઈને તેને આજ્ઞા કરી એટલે નમુચી તુરંત ત્યાં ગયો. સિંહબલના દુર્ગને ભાંગીને, બળપૂર્વક તેને બાંધીને મહાપા પાસે લાવ્યો. ત્યારે મહાપપે કહ્યું, મંત્રીરાજ ! વર માગો. નમુચીએ કહ્યું કે, સમય આવ્યે માંગીશ. તેની વાત મહાપો સ્વીકારી. તે યુવરાજપદ સારી રીતે પાળવા લાગ્યા.
એક વખતે મહાપદ્મની માતા વાલાએ જૈનરથ તૈયાર કરાવ્યો. તે વખતે મિથ્યાષ્ટિ એવી તેની પત્ની માતા લક્ષ્મીએ બ્રહ્મરથ કરાવ્યો. લક્ષ્મીએ રાજા પાસે એવી માંગણી કરી કે, નગરમાં મારો બ્રહ્મરથ પહેલા ચાલશે. જ્વાલા રાણીએ રાજાને કહ્યું કે, જો જૈનરથ નગરમાં પહેલા ચાલશે નહીં તો હું અનશન કરીશ. તેથી રાજાએ બંનેની રથયાત્રા અટકાવી દીધી. માતાના દુઃખથી મહાપદ્મ ઘણો દુ:ખી થયો. તેને થયું કે, મારા જેવો પુત્ર હોવા છતાં માતાના મનોરથોની પૂર્તિ ન થઈ શકે તે હું કેમ સહન કરું ? મારે માતાથી વિશેષ જગત્માં કશું નથી. એમ વિચારી બધાં સૂતા હતા ત્યારે રાત્રે પોતાની નગરીમાંથી મહાપા નીકળી ગયો. સ્વેચ્છાએ ભ્રમણ કરતા મહા અટવામાં આવ્યો. ત્યાંથી તે તાપસના આશ્રમમાં આવ્યો. પ્રિય અતિથિના સમાગમથી તાપસોએ તેનો સત્કાર કર્યો. મહાપા પોતાનું ઘર હોય તેમ ત્યાં રહેવા લાગ્યો.
તે વખતે ચંપાનગરીમાં રાજા જન્મેજયને કાળ રાજાએ રૂંધ્યો તે પરાભૂત થઈ ત્યાંથી પલાયન થઈ ગયો. તે નગર ભાંગવાથી લોકો બધી દિશામાં ભાગવા લાગ્યા. અંતઃપુરની સ્ત્રીઓ પણ નાસવા લાગી. તે વખતે ચંપાપતિ જન્મેજયની પત્ની નાગવતી પોતાની મદનાવલી પુત્રીની સાથે નાસીને તાપસના આશ્રમમાં આવી. ત્યારે મહાપદ્મ અને મદનાવલી બંને પરસ્પર એકબીજાને જોતા ક્ષણવારમાં પરસ્પર રાગવાળા બન્યા. લજ્જાથી તેના નયન ઝૂકી ગયા. તે જાણીને નાગવતીએ મદનાવલીને કહ્યું કે, હે પુત્રી ! તું પુરુષને જોઈને રાગવતી કેમ થઈ છે ? જ્ઞાનીએ કહ્યું છે કે, “ભાવિ ચક્રવર્તીની તું મુખ્ય પત્ની થઈશ" તે કેમ ભૂલી જાય છે ? તું જેતે પુરુષ વિશે કેમ ઉત્સુક થઈ છે ?
તે વખતે વિપરીત બનાવના ભયથી તે આશ્રમના કુલપતિને કહ્યું કે, હે મહાપદ્મ ! તારે જ્યાં જવું હોય ત્યાં જા. તે સાંભળીને મહાપદ્મ ત્યાંથી નીકળી ગયો. આ મારી જ સ્ત્રી થશે. કેમકે હું જ ભાવિ ચક્રવર્તી છું. હવે હું ક્યારે ભરતક્ષેત્રને સાધુ અને જ્યારે આ મારી પત્ની બને ? જ્યારે હવે મારી માતાના અહંતુ ચૈત્ય વંદનાર્થે રથયાત્રા લઈ જવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org