SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવતી – મહાપદ્મ કથા ૧૦૭ વર્ષ શ્રમરૂપે રહ્યા. અંતે કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. તેઓ ભગવંત મુનિસુવ્રત સ્વામીના શાસનમાં થયેલા. –૦- કથાનક : આ જ ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરી હતી. પદ્મ સમાન ઇક્વાકુવંશમાં પક્વોત્તર નામે એક રાજા થયો. તેને જ્વાલા નામે મુખ્ય રાણી હતા. તેમને સિંહના સ્વપ્નથી સૂચિત એવો વિષ્ણુ નામનો એક પુત્ર થયો. ત્યાર પછી ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત સર્વ શોભાના ધામ સમાન મહાપદ્મ નામના પુત્રને જન્મ આપ્યો. કલાચાર્ય પાસે તે બંને સકળ કળાકલાપ ભણ્યા. બંને યૌવન વયને પ્રાપ્ત થયા. મહાપાકુમારને વિજયવાનું જાણી પદ્મોત્તર રાજાએ તેમને યુવરાજ પદે સ્થાપિત કર્યા. તે સમયે ઉજ્જયિની નગરીમાં શ્રીવર્ગ નામે રાજા હતો. તેને નમુચિ નામે મંત્રી હતો. જે વિતંડાવાદમાં પંડિત હતો. એક વખતે મુનિસુવ્રતસ્વામીના શિષ્ય સુવ્રતાચાર્ય વિચરણ કરતા ત્યાં પધાર્યા. તેમના વંદનાર્થે નગરજનોને જતાં જોઈ મહેલના ગવાક્ષમાં ઉભેલા રાજા શ્રીવર્મ એ નમુચિ મંત્રીને પૂછયું કે, આ લોકો ક્યાં જઈ રહ્યા છે ? નમુચિએ કહ્યું કે, દેવીદ્યાનમાં કોઈ શ્રમણ પધારેલા છે. તેમના ભક્તો તેમના વંદનાર્થે જઈ રહ્યા છે. રાજાએ કહ્યું કે, ચાલો આપણે પણ ત્યાં જઈએ. ત્યારે મંત્રીએ કહ્યું કે, ભલે આપને જવું હોય તો ત્યાં જઈએ પણ આપે ત્યાં તટસ્થવૃત્તિથી રહેવું. હું બધાંને વાદમાં જીતીને નિરુત્તર કરી દઈશ. હે સ્વામી ! પાખંડીઓનું પાંડિત્ય સાધારણ લોકોમાં જ ચાલે છે. રાજાએ તેને અનુમતિ આપી પછી મંત્રી આદિ પરિવાર સાથે રાજા વનમાં ગયા. નમુચિ મંત્રીએ સ્વેચ્છાવાદથી મુનિઓને ધર્મસંબંધિ પ્રશ્નો કરવા માંડ્યા. “આ મુદ્ર છે" તેમ સમજી મુનિઓએ મૌન ધારણ કર્યું. તેથી નમુચિએ ક્રોધ કરી જૈન શાસનની નિંદા કરતા સદ્ગુરુને આશ્રિને બોલ્યો કે, તમે ગૌરવતાવાળું શું જાણો છો ? ત્યારે સુવતાચાર્યએ કહ્યું કે, જો તારી જીભ પર ખુજલી આવતી હોય તો અમે કંઈક બોલીએ. તે વખતે એક બાળસાધુએ કહ્યું કે, હે ગુરુ ભગવંત ! આ ધૃષ્ટની સાથે આપે કંઈ બોલવું યુક્ત નથી. આપ જુવો, હું સભ્યતાથી તેને વાદમાં જીતી લઈશ. તે ગમે તે પક્ષ કહે, તો પણ હું તેને યથાર્થ રીતે દૂષિત કરીશ. તે સાંભળી નમુચિ મંત્રી દ્ધ થઈને બોલ્યો કે, તમે સર્વદા અપવિત્ર, પાખંડી અને વેદથી બાહ્ય છો. તેથી તમે મારા દેશમાં વસવાને યોગ્ય નથી. એટલો જ મારો પક્ષ છે. ત્યારે બાળસાધુએ કહ્યું કે, વેદ ઋતિમાં પાણીનું સ્થાન, ખાંડણીઓ, ઘંટી, ચૂલો અને માર્જની એ પાંચ સ્થાનોને પ્રાણી વધના સ્થાનો કહ્યા છે. જેઓ આ પાંચ સ્થાનને સેવે છે તેઓ સદા વેદબાહ્ય કહેવાય છે. અમે તો પાંચ સ્થાનથી રહિત છીએ અમે વેદબાહ્ય કઈ રીતે કહેવાઈએ ? જે સંભોગ છે તે જ અપવિત્ર છે. તેનો જે સેવક છે તે જ વેદબાહ્ય છે. અમે તો કામભોગોથી વિરક્ત છીએ, પછી અમે કઈ રીતે વેદબાહ્ય કહેવાઈએ ? એ રીતે તે ક્ષુલ્લકે યુક્તિથી તે બુદ્ધિનિધાન નમુચીને વાદમાં પરાજિત કર્યો. તેથી સાધુ સાથે ગાઢ વૈરને ધારણ કરતો તે મંત્રી રાજા સાથે પોતાના ગૃહે પાછો ફર્યો. તે રાત્રિના મુનિને હણવાની ઇચ્છાથી તે ક્રોધાંધ મંત્રી વનમાં ગયો. શાસનદેવીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy