________________
ચક્રવર્તી – અર કથા
૧૦૩
(૭) અર ચક્રવર્તી કથાનક :-૦- સામાન્ય પરીચય :
જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં “અર" નામે સાતમા ચક્રવર્તી થયા. તેઓ આ ચોવીસીના અઢારમાં તીર્થકર પણ હતા. તેમનો જન્મ હસ્તિનાપુર (અપરનામનાગપુર)માં થયો. તેઓનો જન્મ રાજા સુદર્શનના પત્ની (રાણી) દેવીની કૃષિમાંથી થયો. કાશ્યપ ગોત્રીય આ ચક્રવર્તીનો વર્ણ નિર્મળ સુવર્ણ સદશ હતો. તેમની ઊંચાઈ ત્રીશ ધનુષ્ય હતી. તેઓ છ ખંડરૂપ ભરતક્ષેત્રના, ચૌદરત્નના અને નવનિધિના સ્વામી હતા. તેમના મુખ્ય પત્ની (સ્ત્રીરત્ન)નું નામ “સૂરશ્રી" હતું. તેમણે ૮૪,૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. તેઓએ ચક્રવર્તીપણાની લક્ષ્મીનો ત્યાગ કરી, પ્રવજ્યા ગ્રહણ કરી–તીર્થંકર પદ પામ્યા, કેવળજ્ઞાન પામી, તીર્થ સ્થાપના કરી, અનેક જીવોના તારક બનીને નિર્વાણ પામ્યા. –૦- કથાનક :
ચક્રવર્તી “અર'ના કથાનક માટે **વિભાગ–૧– અધ્યયન-૧–માં અઢારમાં ભગવંત અરનાથનું કથાનક જોવું.
સાગરપર્યત ભારતવર્ષને છોડીને, કર્મરજને દૂર કરીને, નરેશ્વરોમાં શ્રેષ્ઠ એવા “અરનાથે' અનુત્તર ગતિ પ્રાપ્ત કરી.
૦ આગમ સંદર્ભ :– ભોઅરનાથના કથાનકને અંતે આપેલ આગમ સંદર્ભ પ્રમાણે જાણવું.
(૮) સુભૂમ ચક્રવર્તી કથાનક :-૦- સામાન્ય પરીચય :
જંબૂદ્વીપના ભરતક્ષેત્રના આ અવસર્પિણી કાળમાં “સુભમ” નામે સાતમા ચક્રવર્તી થયા. તેમનો જન્મ હસ્તિનાપુરમાં થયો. પિતાનું નામ કૃતવીર્ય અને માતાનું નામ તારા હતું. કાશ્યપગોત્રીય આ ચક્રવર્તીનો વર્ણ નિર્મળ સુવર્ણ સદશ હતો. તેમની ઊંચાઈ અઠાવીશ ધનુષુ હતી. તેઓ છ ખંડરૂપ ભરતક્ષેત્રના, ચૌદરત્નના અને નવનિધિના સ્વામી હતા. તેમના મુખ્યપત્ની (સ્ત્રીરત્ન)નું નામ “પદ્મશ્રી' હતું. તેમણે ૬૦,૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. મરીને સાતમી નરકે ગયા. તેઓ ભ૦ અરનાથ અને ભમહિનાથના શાસનના મધ્યના કાળમાં થયા. -૦– કથાનક :
વસંતપુર નગરમાં વંશનો ઉચ્છેદ કરનાર એક બાળક દેશાંતર ભટકતા એક વખત સાર્થરહિત થઈ ગયો. તાપસની પલિ (આશ્રમ)માં પહોંચ્યો. તેનું નામ અગ્રિક હતું. યમ(જમ) નામના તાપસે તેને ઉછેરીને મોટો કર્યો. યમ(જમ)ના પુત્રરૂપે ઉછરવાથી તે જમદગ્નિના નામે પ્રસિદ્ધ થયો. તે ઘોર તપશ્ચર્યા કરી જગમાં વિખ્યાત થયો.
તે વખતે પૂર્વજન્મના શ્રાવક એવા વૈશ્વાનર દેવ અને તાપસભક્ત એવા ધવંતરી દેવ, તે બંને દેવો વચ્ચે પરસ્પર વાદ થયો કે કોનો ધર્મ શ્રેષ્ઠ ? તેઓએ નક્કી કર્યું કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org