________________
ચક્રવર્તી
સનસ્કુમાર કથા
દેવેન્દ્રની આ વાત પરત્વે તે વિજય-વૈજયંત દેવને શ્રદ્ધા થઈ નહીં. તેઓ બંને વૈદ્યનું રૂપ લઈને સનત્કુમાર રાજર્ષિ પાસે આવ્યા. તેઓએ કહ્યું, હે સાધુ ! જો તમારી અનુમતિ હોય તો અમે ધર્મવૈદ્ય છીએ, તમારા રોગની ચિકિત્સા કરીએ. તેઓએ વારંવાર આ પ્રમાણે (રાજર્ષિન) કહ્યું, ત્યારે તે વ્રતી (સનકુમારે) તત્ત્વામૃત સદેશ વાણીથી સ્વસ્થ ચિત્તે આ પ્રમાણે કહ્યું
જો તમે કર્મરોગ (ભાવ રોગ)ની ચિકિત્સા કરી શકતા હો તો કરો. આ દેહરોગ (દ્રવ્યરોગ)ની ચિકિત્સા કરવાના હો તો આ તરફ જુઓ. એમ કહીને ગલત પતથી શીર્ણ થયેલી પોતાની આંગળીને પોતાના કફના બિંદુ વડે લિંપી એટલે તત્કાળ તે સુવર્ણ વર્ણ સટ્ટશ થઈ ગઈ. તેમણે વૈદ્યોને કહ્યું કે, રોગના આતંકને તો હું પોતે પણ નિવારી શકું છું. કર્મરૂપી રોગની ચિકિત્સા જો તમે કરી શકવા સમર્થ હો તો તેમ કરવાની મારી અનુજ્ઞા છે. વિસ્મિત થયેલા તે બંને દેવો તે ચક્રીમુનિને નમી પડ્યા. પછી કહ્યું કે, પ્રથમ વિપ્રરૂપે આવીને જે બે દેવતાઓ તમારું રૂપ જોઈ ગયા હતા, તે જ અમે બંને દેવતાઓ આજે વૈદ્ય થઈને આવ્યા છીએ. ‘અપૂર્વ લબ્ધિ પ્રાપ્ત થયા છતાં પણ સનક્કુમાર રાજર્ષિ રોગના આતંકને કેવા ધૈર્યપૂર્વક સહન કરતાં તપ કરી રહ્યા છે.'' એ પ્રમાણે ઇન્દ્રે તમારી પ્રશંસા કરી તે સાંભળીને અમે અહીં આવ્યા છીએ. ખરેખર ! તમે મેરૂ પર્વત જેવા અચલ છો એ પ્રમાણે કહીને તે દેવો અંતર્ધાન થઈ ગયા.
-
સનત્કુમાર ચક્રવર્તીએ ૫૦,૦૦૦ વર્ષ કુમારવયમાં, ૫૦,૦૦૦ વર્ષ માંડલિક રાજાપણે, એક લાખ વર્ષ ચક્રવર્તીરૂપે અને એક લાખ વર્ષનો શ્રમણપર્યાય પાળી એ ત્રણ લાખ વર્ષનું આયુ પરિપૂર્ણ કરી. અંત સમયે અનશન કરી કાળધર્મ (મૃત્યુ) પામીને સનત્ક્રુમાર નામક ત્રીજા દેવલોકે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને અહીં મહાવિદેહમાં જન્મ લઈ મોક્ષને પ્રાપ્ત કરશે.
૦ આગમ સંદર્ભ
*→
આયા.ચૂ.પૃ. ૬૪, ૯૩, ૧૬૭, ૧૭૮; સૂર્ય. ૧૭૪ની .
સમ. ૩૧૩, ૩૧૫, ૩૧૭, ૩૨૦;
આવ.નિ. ૩૭૪, ૩૯૧, ૩૯૨, ૩૯૪, ૩૯૫, ૩૯૭ થી ૩૯૯, ૪૦૧, ૪૧૬;
આવ યૂ.૧-પૃ. ૨૧૫, ૨૨૦, ૨૨૮; ઉત્ત. ૪૦૭, ૫૯૬;
ઉત્ત.ચૂ.પૃ. ૫૦;
ઉત્ત.ભાવ.પૃ.પૃ. ૨૭૭, ૩૪૦ થી ૩૪૯; તિત્થો. ૫૫૯, ૬૬૬;
*
(૫) શાંતિ ચક્રવર્તી કથાનક :
–૦– સામાન્ય પરીચય :
Jain Education International
X
૧૦૧
For Private & Personal Use Only
આયા. ૮૪, ૯૯, ૧૬૦ની વૃ. ઠા. ૩૭૬, ૮૯૮ની રૃ. મરણ. ૪૧૧, ૪૧૨;
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં શાંતિ નામે પાંચમાં ચક્રવર્તી થયા. તેઓ આ ચોવીસીના સોળમાં તીર્થંકર પણ હતા. તેમનો જન્મ હસ્તિનાપુરમાં (અપરનામ–
આવ.મ.૬.પૃ. ૨૩૭ થી... ઉત્ત ૫૯૬, ૧૧૨૭ની પૃ. ઉત્ત.નિ. ૮૪ની રૃ.
www.jainelibrary.org