________________
(૨૨)
ધમે દેશના
વિચારતાં અઘટિત માલુમ પડશે તેવી એક પણ વાત શ્રીતીર્થકર મહારાજની પ્રરૂપેલી નથી. કેવળ જગજીવના હિતને માટે તેમજ પિતાની ભાષાવણના પુગલના ક્ષયને અર્થે અપ્લાન પણે તેઓ દેશના આપે છે, તેનું યત્કિંચિત્ સ્વરુપ નીચે પ્રમાણે છે–
દેશનાનું સ્વરૂપ, ( હે ભવ્ય છે ! આ સંસારના કલેથી જો તમે કંટાળ્યા હે, જન્મ જરા અને મરણના દુઃખથી ઉદ્વિગ્ન થયા હે, આ ભવાટવિને સંગ છેડી મુક્તિ મંદિરમાં જવાની જે તમારી વાસ્તવિક ઈચ્છા હોય તે “વિષય રૂપી વિષવૃક્ષની છાયા તળે એક ક્ષણવાર પણ વિશ્રામ કરશે નહિં. વિદેશ જનાર તરુણવયવાળા પુરૂષને જેમ એક વૃદ્ધ માસુસ હિત શિક્ષા આપે છે કે “ અમુક સ્થળમાં જઈશ નહિં, અને કદાચ જઈ ચડે તે સાવચેતી રાખજે” તેજ પ્રમાણે જ્ઞાની પુરુષેએ પૂર્વોક્ત હિતશિક્ષા કલ્યાણની અભિલાષાવાળા ભવ્ય પુરૂષને આપેલી છે વિષયરૂપ વિષવૃક્ષની શક્તિ ઘણીજ અજબ છે, તે વિષયની છાયા ત્રણ જગની સીમા પર્યન્ત વિસ્તાર પામેલી છે. તે છાયાના પ્રતાપમાંથી કઈ ભાગ્યેજ બચી શકે છે. તેણે નામધારીત્યાગીઓને ભેગી બનાવી દીધા છે. જ્યારે ભેગીઓને તે સર્વથા પાયમાલ કરી મૂક્યા છે. ઝાઝું ક્યાં સુધી કહેવું, પરંતુ તેણે દેવ દાનવ, હરિ, હર, બ્રહ્મા વિગેરે દેવેની પાસે પણ દાસરૂપ આચરણ કરાવેલું છે. આ વિષયરૂપ વિષવૃક્ષની છાયામાંથી સર્વથા અલગ રહેવા સારૂ મહાપુરૂષના હિતેપદેશ પરંપરાથી ચાલતે આવેલું છે. જે લેકે આવા મહાપુરૂષના વચને ઉપર વિશ્વાસ નહિ રાખતાં સ્વતંત્રતામાં ખેંચાઈ જાય છે. અને પછી મન કલ્પિત વિચાર શ્રેણીમાં ગુથાઈ જઈ પૂર્વોક્ત વિષય રૂપી વિષવૃક્ષની છાયા તળે વિશ્રામ લેવા દેરાઈ જાય છે તેઓ પલકમાં આત્મસત્તાને નાશ કરી, મેડ મદિરાના પાનથી છત થઈ કૃત્યાકૃત્ય સંબંધી વિવેક બુદ્ધિને જલજલી આપી મનમાં આવે તેમ બેલવા અથવા આચરણ કરવા લાગે છે. ખરું કહીએ તે વિષય, વિષ કરતાં પણ બળવાન છે. કારણ કે વિષ તે જીવને આ ભવમાંજ મરણ રૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org