________________
દેશનાનું સ્વરૂપ.
(૨૩).
ફળ આપનાર છે, પરંતુ વિષય ભવ ભવમાં મરણના અનિષ્ટ ફળે. ઉત્પન્ન કરે છે. રાશી લાખ જવાનિ એટલે કે જીવની ઉત્પતિનાં
સ્થાન છે, તેની અંદર અનાદિ કાળથી પરિભ્રમણ કરાવનાર પણ આ વિષયજ છે.
| સર્વથી ઉત્તમ નિ મનુષ્યની જ છે, કારણ કે મનુષ્ય યોનિ વિના ઈતર ચેનિ દ્વારા મુકિતની પ્રાપ્તિ થઈ શક્તી નથી. અલબત ! કેટલીક ઇતર નિ દ્વારા દેવ ગતિ પામી શકાય છે. સામાન્ય રીતે તમામ ચેનિની અંદર પ્રાણી માત્રને વિષય સેવનની ઈચ્છા થાય છે. કેટલીએક જગ્યાએ વિષયનું સેવન બરાબર હોય છે, જ્યારે કેટલીક નિઓમાં વિષયની ચેષ્ટા માત્ર હોય છે, તે પણ વિષયને સર્વથા અભાવ તે કઈ ઠેકાણે નથી. છતાં મનુષ્યની ચેનિની અંદર જે તત્વજ્ઞાન માણસમાં પેદા થાય તે વિષયનો અભાવ થઈ શકે છે. તેજ કારણથી મનુષ્ય નિની શ્રેષ્ઠતા છે. અન્યથા મનુષ્ય નિમાં પણ અનાદિ કાળથી વિષય સેવન ચાલ્યું આવેલું હોય છે, તે જ કારણથી પરમ પૂજ્ય વાચકમુખ્ય શ્રીઉમાસ્વાતીજી મહારાજ નીચે પ્રમાણે
जवकोटिभिरसुननं मानुष्यकं प्राप्य कः प्रमादो मे ।
न च गतमायुयः प्रत्येत्यपि देवराजस्य ॥ १॥ અર્થાત–કોડે જન્મ વડે કરીને પણ અત્યંત દુર્લભ એ જે આ મનુષ્ય ભવ, તેને પામીને મને આ શે પ્રમાદ છે? દેવરાજ એટલે કે ઇન્દ્રને પણ ગએલું આયુષ્ય ફરી મળનાર નથી.
તાત્પર્ય એ છે કે વ્યાવહારિક પક્ષમાં સમર્થ એવા ઇદ્ર દેવતાઓ પણ મરણની આગળ શરણુત થઈ જાય છે, તે આપણા જેવા પામરેની શી ગતિ છે? પ્રમાદ ભચછના શિર ઉપર રહેલે એક પટ્ટો દુશ્મન છે. પ્રમાદ એજ કટ્ટો વૈરી છે કે જે જીને ઉપાડીને સંસાર સમુદ્રમાં ફેંકી દે છે. મૂળ લેકની અંદર “વાર નવો છે” એમ જ કહેવામાં આવ્યું, તેમાં ‘પ્રમાદ” શબ્દથી પાંચેપ્રકારના પ્રમાદનું ગ્રહણ થઈ શકે છે. પરંતુ તે પાંચની અંદર પણ મુખ્ય વિષય જ છે. બાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org