________________
(૩૦)
ધર્મદેશના.
विरताविरतानां चान्तरायकरणं मुहुः। अचारित्रगुणाख्या तथा चारित्रदूषणम् ॥॥ कषायनोकषायाणामन्यस्थानामुदीरणम् ।
चारित्रमोहनीयस्य सामान्येनारवा अमी ॥३॥ ભાવાર્થ–મુનિવરની નિંદા, ધર્મ સન્મુખ થએલા પ્રાણિયેને કુયુક્તિથી વિન કરવું, એટલે તેમને ચારિત્રાદિના પરિણામથી mષ્ટ કરવા, મદિર તથા માંસભક્ષણમાં લીન થએલા પ્રાણીઓની રીતભાતની પ્રશંસા કરવી અર્થાત્ વ્યસનીને ઉત્તેજન આપવું. ૧.
દેશવિરતિ એટલે સમ્યકત્વ મૂળ દ્વાદશ વતને પાલનાર તથા તેની અભિલાષા કરનારને અંતરાય કર, અચારિત્ર ગુણની વ્યાખ્યા કરવી, તથા ચારિત્રનું દૂષણ કાઢવું, જેમકે અમુક પુરૂષને સાધુ થતા અટકાવે તે સમયે તે ગૃહસ્થ ભાવની પુષ્ટિ કરે, અને કેઈ પડવાઈ સાધુના અવગુણ બતાવી મેક્ષપદ આપનારચારિત્રનું દૂષણ કાઢે અને કહે કે “સાધુપણું અંગીકાર કરવાથી કે કાર્ય થઈ શકતું નથી. ખરે તે શ્રાવકપણામાંજ ફાયદે છે, અમારા ધન્યભાગ્ય જે અમે સાધુ થયા નહિ ઈત્યાદિ વાતે બલવી. ૨. સોળ કષાય તથા નવા નેકષાય જે સત્તામાં રહેલ છે, તેને ઉદીરવા, અર્થાત્ અનતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખાની તથા સંજવલન એવા ચાર પ્રકારના ક્રોધ, માન, માયા તથા લેભ મળી ૧૬ કષાય તથા હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરૂષદ, તથા નપુંસકવેદ એનેકષાયમાંના જે ઉદયમાં ન હોય તેની ઉદીરણ કરવી, એટલે કે કષાય, નેકષાય થવાનાં કારણ સેવવાં તે સામાન્ય રીતે ચારિત્રમેહનીયના આ જાણવા. ૩.
હવે મેહનીય કર્મ બાદ આયુષ્યકર્મના ચાર વિભાગ છે. નરકાયુ, તિર્યંચાયું, મનુષ્પાયુ તથા દેવાયુ તે પ્રત્યેકના અલગ અલગ બંધહેતુ એટલે આ બતાવવામાં આવે છે –
પ્રથમ નરકાયુના આસને લક્ષમાં રહે, તેટલા સારૂ તેનાં નામ શ્લેક વડે બતાવવામાં આવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org