________________
શુભાશુભ આશ્રવ વિચાર.
પ્રત્યે અંતરંગ અરૂચિભાવ કરે, જ્ઞાનાભ્યાસ કરનારા વિદ્યાથીઓને મળતા અન્ન, પાન, વસ્ત્ર, વસતિ પ્રમુખને અંતરાય કર, પાઠ કરતા વિદ્યાર્થીઓને કાર્યાન્તરમાં જોડવા, વિકથાદિમાં લગાડવા, વળી પતિ પુરૂષને જાતિ હીનતાનું અથવા અન્ય અસંભાવ્ય કલંક આપવું, શ્રેષભાવથી પ્રાન્ત ઉપસર્ગ કરે, અસ્વાધ્યાયને વખતે સ્વાધ્યાય કરે, યેગે પધાનાદિ અવિધિઓ કરાવવા, જ્ઞાને પકરણ સમીપ રહેતે છતે આહાર, નિહાર, કુચેષ્ટા અથવા મૈથુનાદિ કર્મ કરવાં, જ્ઞાનને પગ લગાડે, થુંકથી અક્ષર બગાડવા, જ્ઞાનદ્રવ્ય ભક્ષણ કરવું, કરાવવું અથવા કરનારની ઉપેક્ષા કરવી ઇત્યાદિ જ્ઞાનાવરણીય કર્મના આસવ સમજવા.
તેવી જ રીતે દર્શનની પ્રત્યનીતા (આશાતના) કરવાથી દર્શનવરણીય કરના આસ થાય છે. જેમકે ચક્ષુર્દશન, અચક્ષુર્દર્શન અને વધિદશન તથા કેવલદર્શનને ધારણ કરનાર સાધુ મહાત્માપર અશુભ ચિંતવન કરનારા, તથા સમ્મતિતર્ક, નયચક, તત્વાર્થીદિ ગ્રંથની અવહેલના એટલે અપમાન કરનારા છ દર્શનાવરણય કર્મ બાંધે છે.
દેવપૂજા, ગુરૂસેવા, સુપાત્રદાન, દયા, ક્ષમા, સરાગ સંયમ, દેશસયમ, અકામનિર્જર, શોચ ( અંતઃકરણ શુદ્ધિ), બાલાપ (અજ્ઞાન કષ્ટ) એટલા શાતાદનીય કર્મના બંધ હેતુઓ (આ ) છે, અને દુઃખ, શેક, વધ, તાપ, આકંદન, રૂદન પતે કરવાથી અથવા બીજાને કરાવવાથી તથા ઉભયને એટલે પિતાને તથા પરને બનેને દુઃખ શેકાદિ કરવા-કરાવવાથી અશાતા વેદનીય કર્મના આ થાય છે.
ત્યારપછી મેહનીય કર્મના બે ભેદ છે. દશમેહનીય અને ચારિત્રમોહનીય. પ્રથમ દર્શનમેહનીય કર્મના સામાન્ય બંધહેતુ એ આ પ્રમાણે છે–જેમકે શ્રી સુવિધિનાથ ચરિત્રમાં શ્રીમદ્દેમચંદ્રાચાર્ય કહે છે –
वीतरागे श्रुते संघे धर्मे संघगुणेषु च । ___ अवर्णवादिता तीव्रमिथ्यात्वपरिणामता ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org