________________
શુભાશુભ આશ્રવ વિચાર.
(ર૯૩)
તથા વાવ, તળાવ, કૂવા ખાદાવવા તે નેશકી ક્રિયા. ૧૬, પેાતાને હાથે અથવા શિકારી કૂતરાએ દ્વારા સસલા પ્રમુખ જીવોને મારવા અથવા જે કાર્યં સેવકના હાથથી થઇ શકે એવું હાય, છતાં અભિમાનથી પોતાના હાથે તે ક્રૂર કાર્ય કરવું, તે સ્વહસ્તકી ક્રિયા. ૧૭, અન્ય જીવ અથવા અજીવના પ્રયાગથી અમુક વસ્તુ પેાતાની પાસે આવે એવી કાશીશ કરવી, તે આનયનકી ક્રિયા. ૧૮, જીવ અથવા અજીવ વસ્તુનુ છેદન ભેદન કરવુ તે વિદ્યારણુકી ક્રિયા. ૧૯, ઉપયાગ વિના શૂન્ય ચિત્ત, વસ્તુ લેવી મૂકવી, ઉડવુ' બેસવું, હરવુ ફરવુ, ખાવું, પીવું, સૂવુ, ઇત્યાદિ કાર્ય કરવાથી જે ક્રિયા લાગે, તે અનાભાગિકી ક્રિયા. ૨૦, આલાક તથા પરલેાકથી વિરૂદ્ધ કાર્યનું જે આચરણ તે અનવકાંક્ષાપ્રત્યયકી ક્રિયા. ૨૧, મન, વચન, કાયા સબધી જે ખરાબ ધ્યાન, તેની અંદર પ્રવૃિત્તિ કરવી પરંતુ નિવૃત્તિ ન કરવી, તે પ્રાયેાગકી ક્રિયા, ૨૨, કોઇ એવું ક્રૂર કર્મ કરવામાં આવે કે જેનાથી જ્ઞાનાવરણીયાદિ આઠે કર્માંના એકીસાથે અધ થાય, તે સમુદાનકી ક્રિયા, ૨૩ મેહગર્ભિત વચનેથી જે અત્યન્ત રાગેષત્તિ તથા પ્રેમને પ્રક થાય તે પ્રેમકી ક્રિયા. ૨૪, ક્રોધ અને માન વડે વિપરીત વચને ખેલવાથી અન્યને જે દ્વેષ થાય, તે દ્વેષકી ક્રિયા–૨૫, પ્રમાદ રહિત મુનિવર તથા કેવલી ભગવાનને ગમનાગમનથી જે ક્રિયા લાગે, તે ઇૉપથિકી ક્રિયા.
પૂર્વોક્ત પાંચ અત્રત, પાંચ ઇન્દ્રિય, ચાર કષાય, ત્રણ જોગ અને પચીશ ક્રિયા મળી આમ્રવના ૪૨ ભેદ થાય છે. તેના વળી તીવ્રભાવ, મદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીર્ય વિશેષ તથા અધિકરણ વિશેષથી વિશેષ ભેદ થાય છે. જેમ કેઇ જીવ તીવ્રભાવથી તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ બંધ બાંધે છે, ત્યારે મદભાવથી લઘુ, લઘુતર, લઘુતમ આસ્રવરૂપ મધ હેતુ હોવાથી જીવ હલકેા, અતિહલકા, અત્યંતઠુલકો બંધ બાંધે છે, તે કારણથી, તીવ્ર–મંદાદિ ભાવે લેાકમાં પ્રસિદ્ધ છે.
નીય વિશેષ એટલે આત્મીય ક્ષયે પશમાદિ ભાવ જાણવા, હવે અધિકરણ વિશેષના બે ભેદ છે ૧, જીવાધિકરણ, ૨, અજીવાધિકરણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org