________________
(૨૮૪)
ધર્મદેશના.
શક્તા નથી. કેઈને માનસિક તે કઈને શારીરિક અથવા કેઈને વા. ચિક દુઃખ હોય છે. પ્રથમ તે મનુષ્યજન્મ પૂર્વોક્ત દશ દષ્ટાન્તથી દુર્લભ છે, તે પામ્યા તે પણ ધનનું દુઃખ, ધન મળ્યું તે પુત્રનું દુઃખ, પુત્ર થયે તે તેના પાલણપોષણનું દુઃખ. ઇત્યાદિ ઉત્તરોત્તર દુઃખ પરંપરા ચાલ્યા જ કરે છે. રંકથી રાજા પર્યન્ત કેઈસુખી નથી. કદાપિ અન્ય લેકની અપેક્ષાએ સુખી કહે છે તે જિન અનગાર અને થતું જૈન સાધુઓ છે. તે પણ દેશ, કાલ, દ્રવ્ય, ભાવ અનુસાર ચારિત્રને આદર કરનારા જ સુખી જણવા; નહિ કે આડંબરી, ખટપટી અથવા દાંભિક
કેવળ એક્ષ તત્વના અભિલાષી, સ્વપરને શાંતિ કરનાર, સર્વ થા પરિગ્રહના ત્યાગી, જ્ઞાનાદિ આત્મગુણના ભેગી, પરભવના વિ
ગી, સ્વભાવના યેગી, પંચ મહાવ્રતના ધારક, વિકથાદિ પરિહારક, સત્યસંતેષાદિ ગુણેના ધારક, મેહમલ્લના ગુપ્તદૂષણદર્શક, સદાગમના સંગી, શ્રી વીરપરમાત્માના યથાર્થ વાક્યના રાગી, નિરપૃહી, નિર્મોહી, મુમુક્ષુ જને જ સુખી જાણવા. બાકી અન્ય વેષધારી પુરૂ છે પ્રત્યક્ષ વિડંબના પામતા દષ્ટિગોચર થાય છે તે સિવાય ગ્રહો પણ લાખે યા કરેડે રૂપીયાના સ્વામી હોય તે પણ રાત દિવસ, આધિ વ્યાધિ, ઉપાધિથી ત્રસ્ત બની માત્ર, કદાચ નિદ્રા સમયે લગાર શાંતિ પામતા જાય છે–જુઓ, આ સંબંધમાં એક બ્રાહ્મણનું દ છાન્ત ખાસ ધ્યાન આપવા લાયક છે.
અમુક એક બ્રાહ્મણની ઉપર કેઈ સંત મહાત્મા પ્રસન્ન થયે, અને બ્રાહ્મણને કહ્યું. “તું જે માગે તે આપું.” બ્રાહ્મણે કહ્યું, છ માસની અવધિ આપે, દુનિયામાં સુખીમાં સુખી કોણ છે? તે બાબતને પહેલાં અનુભવ કરું, પછી તેવું સુખ માગીશ”
સંતે કહ્યું, “ઠીક જા, અનુભવ કર”
હવે બ્રાહ્મણ અનુભવ કરશે ચાલી નીકળે. પ્રથમ તે રજવું. શી નરેની સેવા કરવા લાગ્યું, પરંતુ તાં થોડા દિવસમાં તેને અનુભવ મળે કે, અમુક નર અમુકનું મરણ ચાહે છે, તે અમુક અમુક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org