________________
(૨૯૦)
ધર્મ દેશના.
રાખ્યુ નથી, તાત્પર્ય એ છે કે સમસ્ત લેાકાકાશમાં જીવ અનન્તવાર જન્મ મરણ કરી ચૂકયા છે. ૪
સંસારી જીવાના નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિના ભેદ્યથી ચાર ભેદ છે. પ્રાયઃ ચારે લેઇ દુઃખમય તેમજ કર્મના સબધથી માધિત ( પીડાએલા ) છે. પ
પ્રથમ ભેદ નરક ગતિના છે, તે નરકના સાત વિભાગ છે, પ્રથ મની ત્રણ નરકમાં ઉષ્ણુ વેદના છે, ચેાથી નરકમાં ઉષ્ણુ તથા શીત અન્ને પ્રકારની ક્ષેત્ર વેદના છે, અને પાંચમી છઠ્ઠી અને સાતમી નરમાં કેવળ શીત વેદના છે. ૬
ઉષ્ણુ અથવા શીત નરકમાં જો લેઢાને પર્વત પડે, તે તે જ સીન પર પહોંચતા પહોંચતા જ ઓગળી જાય અથવા ચૂરેચુરા થઇ
જાય. ૭
અન્યાન્ય લડાઇ કરી દુઃખ પામવાની ચેષ્ટા કરી દુ:ખિત અને છે, વળી પરમાધાર્મિ ક પંદર જાતિના છે, તે નરકાવાસમાં ક્રીડા નિમિત્તે આવી નારકીના જીવાને ભારે દુઃખ દે છે. આ પ્રમાણે પૂૌકત ક્ષેત્રવેદના, અન્યાન્ય કૃત વેદના તથા પરમાધાર્મિક કૃત વેદના, એમ ત્રણ પ્રકારની વેદના નારકીના જીવે નિરંતર ભાગવે છે. ૮ ઘટીયંત્રમાં ઉત્પન્ન થએલ નારકીના જીવેાને પરમાધામિઁક દેવતાએ નાના દ્વારમાંથી સીસાની સળીની માફક ખેંચી કાઢે છે. ૯
વળી ધોખી લેાકેા જેમ વસ્તુને ઝીંકે છે, તેમ હાથ પગ વિગેરે પકડી વજ્રના કાંટાવાળા શિલા તળ ઉપર નારકીના જીવેાતે તેઓ પટકે છે. ૧૦
કોઇ વખત તીક્ષ્ણુ ભયંકર કરવત વડે લાકડાની માફક વેરવામાં આવે છે, તથા વળી વિચિત્ર યંત્ર વડે કેાઈવાર તલની માફક પીલવામાં આવે છે. ૧૧
બિચારા તૃષાથી પીડાતા નારકીના જીવે તપેલ તરવા (સીસુ’) તે વહન કરનારી ( અર્થાત્ તપેલા સીસા જેવુ' જેમાં પાણી છે એવી ) વૈતરણી નદીમાં ઉતારવામાં આવે છે. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org