________________
વૈરાગ્યવૃદ્ધિનાં કારણેા.
(૧૩૫)
પરન્તુ જાગૃત દશામાં જાટા માલૂમ પડે છે, તેમ સંગમે પણ જીવન પર્યન્ત ઠીક છે, પરંતુ જીવનના અભાવમાં એટલે પરભવની અન્દર તે સ ંગમા તે જીવને માટે જૂઠા છે. જૂઠા સગમાને માટે જીવ પાપક્રમ` સાચુ કરે છે; કે જે પાપકમ જન્માંતરમાં સાથે આવેછે, કુટુ અને કાજે જીવ પાપસમૂહ એકત્ર કરે છે, પાપ કર્મથી એકઠું કરેલુ ધન માલ કુટુંબ ખાઈ જાયછે. તથા પાપના ભાતા તે સ્વયં થાય છે. પાપના ભાગ કાઇ લેનાર નથી,કદાપિ કોઈ પાપના ભાગ લેવાની કબુલાત આપે તે તે બનવું અશકય છે. પેાતે કરેલું પુણ્ય પાપ જીવ પેાતેજ ભાગવે છે.
દુનિયા સ્વાની સગી છે, જૂએ, માતાને પુત્ર પર પૂર્ણ પ્રેમ છે, પુત્રના મરણને કદાપિ ચાહે નહિ, પરન્તુ જ્યારે પુત્રને ફાઇ અસાધ્ય રોગ પેદા થાયછે, તેમજ છ માસ સુધી ઔષધ ઉપચાર કરવા સાથે શ્વેત દિવસ પુત્રની સેવા કરવી પડે છે, ત્યારે માતા પણ કંટા । ખાઇ એલેછે, જે ‘ હવે તે મરે કાંતા માંચા મૂકે તેા ઠીક, ’
આ સમધમાં એક શેઠના પુત્રનુ દૃષ્ટાન્ત ઉપયોગી થઇ પડશે. એક શહેરની અ ંદર ધનપતિ શેઠના પુત્ર પોતાના મિત્ર સાથે નગર મહાર ફરવા નીકળ્યે હતેા. તે વખતે મિત્રે, પેાતાના મિત્રનું ભલુ કરવા માટે ધર્મોપદેશ આપ્યા કે— ભાઇ, આ જગમાં ધર્મ વિના ખીજુ કાઇ શરણુ નથી, રક્ષણ કરનાર કેવળ ધર્મ છે, માતા પિતાદિ પરિવાર મતલબી છે,’ આ વાત સાંમળી શેડના પુત્ર ખેલ્યા કે ભાઇ, તારી વાત તે ખરી છે, પર`તુ મારા માતાપિતા કાંઇ તે નથી,
(
હવે બીજે દિવસે બેઉ જણ એક તળાવ ઉપર ગયા, તળાવમાં પાણી સૂકાઇ ગએલ હોવાથી ત્યાં કાઇ માશુસ જોવામાં આવ્યું નહિ, પણ ક્રૂર સર્પાદિકને ત્યાં નિવાસ થઇ રહેલે જોઇ મિત્ર બેલ્ફે ભાઇ, આ તળાવ ઉપર પ્રથમ કેટલા માણસા સ્નાન સંધ્યા કરવા તથા હવા ખાવા સારૂં આવતા હતા ? અત્યારે કાઇ પણ નથી આવતું, તેનુ કારણ એજ છે કે તળાવમાં જળ નથી, તેથી સિદ્ધ થયુ` કે તળાવની સગાઈ નથી, જળની સગાઇ છે, તેજ પ્રમાણે આ દુનિયામાં પણ સ્વાર્થની સગાઇ છે. શરીરની સગાઇ નથી. જીવ ચાલ્યા જવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org