________________
ધર્મદેશના.
અર્થ–જીર્ણ વૃક્ષના કેટરમાં જેમ કુર સર્પો હોય છે, તેમ શરીરમાં અત્યન્ત કષ્ટ આપનાર રે ઉત્પન્ન થાય છે. ૧. સ્વભાવ થીજ જવાના સ્વભાવવાળી આ કાયા શરદ્ર હતુના મેઘ જેવી છે, તેમાં વળી યુવાવસ્થાની શોભા ક્ષણિક વિજળીના જેવી ચપળ છે.
વિવેચન–સર્પો જેમ વૃક્ષના કેટરમાં (પિલાણ ભાગમાં) રહે છે તે શરીરમાં રોગે રહે છે, વળી જેમ સર્પ પ્રાણ લે છે, તેમ રેગે પણ પ્રાણ હરણ કરે છે. શરીર તે સ્વભાવથી જ જવાના સ્વભાવવાળું છે, પરંતુ તેની અંદર યુવાવસ્થાની લક્ષ્મી તે શીધ્ર પલાયન સ્વભાવવાળી છેમાટે તે વનશ્રીને પામી શુભ કાર્ય કરવું સારું છે. કહ્યું છે કે –
आयुः पताकाचपलं तरङ्गचपलाः श्रियः ।
भोगिभोगनिभा भोगाः संगमाः स्वप्नसन्निभाः॥१॥ અર્થ – વજાની જેમ આયુષ્ય ચપળ છે, સમુદ્રના તરંગની માફક સંપત્તિએ અતિ ચંચળ છે, ભેગો સપની ફણાની માફક ભયંકર છે, તેમજ સંગમ સ્વપ્ન સરખા છે.
વિવેચન –અતિ અમૂલ્ય, લાખ સોના મહોર ખરચતાં પણ ન મળી શકે એવું, ઈન્દ્રાદિક દેથી પણ નહિ વધારી શકાય એવું આયુષ્ય પતાકાની માફક ચંચળ છે. ચંચળ આયુષ્યની અંદર નિ&ળ આત્મકાર્ય કરવું તથા પરોપકાર કરવો એ સાર છે. લક્ષમી સમુદ્રના કલેલની માફક અસ્થિર છે. અસ્થિર સ્વભાવવાળી લક્ષમીનું ફળ સુપાત્રદાન છે. સુપાત્ર દાનના પ્રભાવથી લક્ષ્મિ અસ્થિર સ્વભાવ છોડી સ્થિર થાય છે.
હવે ભોગે આ ભવમાં તથા ભવાન્તરમાં દુઃખ દેનાર છે, મોજે રોજ મધ ભેગ છે ત્યાં રોગને ભય છે. આ વાકયથી ભેગે આ ભવમાં કટુ ફળ દેનાર સિદ્ધ થાય છે, તેમજ ભવાન્તરમાં નરક પ્રભૂતિ ગતિના દેનાર છે, માટે ભેગેને સર્પ ફણાની ઉપમા આપી તે ઠીકજ છે.
પુત્ર, પિત્ર, ભાઈ, બહેન, માતા પિતા તથા ધન ધાન્યાદિના સંગમે પણ સ્વપ્ન તુલ્ય છે. સ્વપ્નના પદાર્થો સ્વપ્ન પર્યન્ત ઠીક છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org