________________
તિર્થરાજ સમેતશિખરના દર્શનની અભિલાષા વધતી જતી હતી, છતાં માર્ગમાંના યવન પ્રદેશને યથા પ્રસંગે ઉપદેશ આપતા જવું તે પણ કર્તવ્ય હતું અને તેથી ત્યાંથી આગળ ચાલતાં બીહાર પાવાપૂરી, કંડનપુર, રાજગૃહી, ગુણાયાજી, ક્ષત્રીયકુંડ, વગેરે વીર પરમાત્માના પવિત્રચરણ સ્પર્શથી પવિત્ર થયેલ સ્થળમાં દર્શનને લાભ લઈ ગીરડી વગેરે સ્થળે જીવદયાના જાહેર લેકચરથી અનેક જીને ઉદ્ધારતા સમેતશિખરજી આવી પહોંચ્યા.
વીશ તિર્થંકર પરમાત્માના સિદ્ધ સ્થાનથી શાંત રસ અને શુદ્ધ વાતાવરણ જ્યાં પ્રસરી રહ્યું છે, તેવા સમેતશિખર ગીરીરાજના દશન-સ્પર્ષનને અપૂર્વ લ્હાવ બે વખત ફરી ફરીને લેવા પછી નીચે ઉતરતાં પગને રગન્નગ થઈ જવાથી ત્યાં સ્થિરતા એક માસની થવા પામી અને તે તકનો લાભ વખતે વખત સાથેના સમુદાયે તિર્થયાત્રાથી લીધે.
ઉપરોક્ત વખત દરમિયાન કલકત્તેથી બાબુ અમોલનચંદજી મુન્નાલાલજી તથા બાબુ છત્રપતસિંહજીના પુત્ર ગીરીરાજની યાત્રાને લાભ લેવા આવતાં મહારાજશ્રીના દર્શનનો લાભ મળે. આ પ્રસંગે ઉપદેશામૃતથી તેમના હૃદયમાં આવા મહાન પુરૂષનું કલકત્તે આગમન થાય તે અનંત ઉપકારનું કારણ થઈ પડે તેમ જણાતાં ત્યાં પધારવા વિનંતિ કરી અને વિદ્યાથી મંડળને પણ ત્યાં આવવાને તથા માર્ગમાં તેમના લાયક સગવડે થવાને ઉત્સાહ દર્શાવ્યું.
સમર્થ પુરૂષનું લક્ષ સાનુકુળતા કરતાં સિદ્ધિ તરફ વધારે હોય છે. અલબત્ત એટલું સંભવિત હતું કે કલકત્તા તરફના વિહારથી બંગાળના રહી જતા પ્રદેશમાં દયાના સંસ્કાર બીજ વાવવાનો પ્રસંગ હતે. પરંતુ વિદ્યાથીને માટે સમૂહ સાથે રાખી તેમના અભ્યાસને વિન આપવું તે ઉચિત જણાયું નહિ. કેમકે વિદ્યાથીને જે હેતુ સમેત શિખરજીના દર્શનનો લાભ લેવાનું હતું તે પૂર્ણ થયું હતું. તેથી અર્ધ જેટલા વિદ્યાર્થી સમુદાય બનારસ તરફ જવા પછી બાકી મુનિ મંડળ અને કેટલાક વિદ્યાથીઓ સાથે કલકત્તા તરફ પ્રયાણ શરૂ થયું. અને એક મહિને ત્યાં જઈ પહોંચ્યા.
[ 24 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org