________________
ધર્મદેશના.
કરનાર બુદ્ધ, પતંજલિ વિગેરે છે, તેઓ તમામ ગ રૂપે કલ્પવૃક્ષના પૂષ્પ સ્વરૂપ અણિમાદિને માને છે, અને તેનું ફળ વાસ્તવિક કેવળ જ્ઞાન છે, તથા તે ફળને આસ્વાદ સંપૂર્ણ નિવૃત્તિ છે કે જે કદાપિ નાશ થનાર નથી.
અણિમા, મહિમાપ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ, લધિમા, ચત્રકામાવસાયિત્વ અને પ્રાપ્તિ એ આઠ સિદ્ધિ ઉપરાંત બીજી અનેક મહા ઋદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તેને છેડે અર્થ અહીં ટાંકવામાં આવે છે –
(૧) અણિમા–એટલે મોટા રૂપને અણુસ્વરૂપ બનાવે, અર્થાત્ સોયના છિદ્રમાંથી દોરાની માફક પેલે પાર જઈ શકે. (૨) મહિમામેરથી પણ ઉચ્ચતર શરીર કરવાનું સામર્થ્ય થાય. (૩) પ્રાકામ્ય શક્તિ એટલે ભૂમિપર જેમ ચાલે તેમ જળમાં ચાલવાની શક્તિ અને જેમ જળમાં ચાલે તેમ ભૂમિમાં ચાલવાની શક્તિ. () ઈશિત્વ શક્તિ –જેના વડે તીર્થકર, ચકવર્યાદિકની રદ્ધિ કરવા શક્તિમાન થાય તે. (૫) વશિત્વ શકિત–જેના વડે કૂર જતુઓ વશવત્તી થાય તે. (૬) લઘિમા શકિત–જેના પ્રતાપે વાયુ થકી પણ હલકું શરીર થાય તે. (૭) યત્રકામાવસાયિત્વ શકિત-જેનો મહિમા વડે ઈચ્છિત નાનાં પ્રકારનાં રૂપ થઈ શકે છે. (૭ પ્રાપ્તિ શક્તિ-જેના જોરથી મેરૂ પર્વતાદિ અથવા સૂર્ય મંડળને સ્પર્શ કરવાની શકિત ઉત્પન્ન થાય છે તે, બીજી પણ અનેક ઋદ્ધિઓ છે, જેને વિસ્તાર એગશાસ્ત્ર તથા બાષભદેવ ચરિત્રથી જેવા ભલામણ છે. આટલું પ્રસંગોપાત્ત કહી હવે બીજા ઉદ્દેશાને લખવાને ઉદ્યમ કરું છું.
સૂત્રકૃતાંગના બીજા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાની વ્યાખ્યા - માપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org