________________
અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ. (૧૨) જેમ ગંધહસ્તીના મદના ગંધ વડે અન્ય હસ્તીઓ પલાયન થાય છે, તેમ ગમે તેવું વિષમિશ્રિત અન્ન તેઓ મુમુક્ષુઓના પાત્રમાં અથવા મુખમાં આવ્યું છતું અમૃત થાય છે.
જેમ મંત્રાક્ષરના સ્મરણથી વિષ નાશ પામે છે, તેમ તે વાચથના વચન શ્રવણ માત્રથી મહાબધા બાધિત જીવની સમસ્ત
વ્યાધિઓ શાંત થાય છે. નખે, કેશે, દાંત અને બીજાં પણ શરીરના અવયવ ઔષધપણાને પામે છે. જેમાં સ્વાતિ નક્ષત્રનું પાણી છીપમાં ગયું છતું મેતી થાય છે, તેમજ પાત્ર વિશેષમાં વસ્તુ અમૂલ્યતા અને નિમૂલ્યતાને પામે છે. સ્વાતિ નક્ષત્રનું પાણુ શુક્તિમાં મોતી, સર્પના મુખમાં વિષ અને વાંસની અન્દર વંશલોચન ઈત્યાદિ ભાવને પાત્રને લઈને પામે છે, તેમ શરીરના અવયે જે કે સ્વભાવથી અસુન્દર છે, તે પણ તપસ્તેજ વડે જરૂર પૂર્વોક્ત મહિમાને પામે, તેમાં જરા પણ સંશય કરવા જેવું નથી. આજ કાલના જીવે પૂર્વોક્ત વાતને હસી કાઢશે, પરંતુ તેઓ જ્યારે ગ પ્રકમપર દષ્ટિ દેશે તે તેઓને જણાશે કે તમામ દર્શનકારે ચગના મહિમાનું વર્ણન કરતાં અણિમાદિ અષ્ટ સિદ્ધિઓ બતાવે છે, જે પ્રત્યક્ષ પ્રમાણથી વ્યવહાર કરનાર મનુષ્યને બુદ્ધિગમ્ય નથી, છતાં વસ્તુતઃ સાચી હોવાથી શાસ્ત્રકારોએ યથામતિ વર્ણવેલ છે, તેનું સંક્ષેપ સ્વરૂપ અહીં લખું તે અનુચિત ગણાશે નહિ. તે વાતને નહિ માનનારાઓના ડરથી ન લખવું તે મૃગના ભયથી જવ ન વાવવા જેવું છે, અથવા તે કહે કે યૂકા (જૂ)ના ભયથી કપડાં નહિ પહેરવા જેવું છે, કેઈ શંકા કરે યા તર્ક વિતર્ક કરી અસદ્દભૂત માને, તેને ડર ન રાખતાં શાસ્ત્રવિહિત વાતે પ્રદર્શિત કરવી કે જેથી કરીને જિજ્ઞાસુઓને કાંઈક જ્ઞાન થાય.
શાસ્ત્રમાં પદાર્થ બે પ્રકારના છે, કેટલાક હેતુસિદ્ધ છે, જ્યારે કેટલાક હેતુગમ્ય નથી જે પદાર્થો હેતુગમ્ય નથી તેમાં આપણું પામરની બુદ્ધિ કયાં સુધી કાર્ય કરશે? પ્રથમ વિચાર એટલે કરે જોઈએ કે શાસ્ત્રોને કહેનાર કેણ છે? તેની પૂર્ણ મીમાંસા થઈ ચૂકી હેય તે તે વાત અક્ષરશઃ સત્ય છે, તે અણિમાદિ અષ્ટ સિદ્ધિઓને કહેનાર, રાગ દ્વેષ રહિત સર્વજ્ઞ અને સર્વદશ શ્રીમહાવીર દેવ છે, તથા તેજ દેવનું અનુકરણ
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org