________________
(૧૧૮)
દમ દેશના.
ભાવાર્થ-જેમ પક્ષી પિતાના શરીર ઉપર લાગેલી ધૂળને પાંખ કંપાવવા વડે દૂર કરે છે, તેમજ મુક્તિ ગમન એગ્ય મુનિએ તપસ્યા વડે પૂર્વ જન્મમાં બાંધેલાં કમને ક્ષય કરે છે.
વિવેચનઃ–પક્ષીઓ ગમે તેટલા મેલા થયા હોય, પરંતુ જે વારે પાંખ ફફડાવે છે, ત્યારે મેલ દૂર થાય છે, અને પિતે સ્વચ્છ, નિર્મળ વર્ણવાળા સુશોભિત માલુમ પડે છે, તેજ પ્રમાણે જે મુનિવરે મુક્તિ ગમન એગ્ય વિવિધ પ્રકારની જિક્ત કિયા કરે છે તથા યથાશક્તિ તપ કરે છે, તેવા સુસ્થિર મુનિવરને અનુકૂળ ઉપસર્ગો કે જે ભલભલાને પણ ધર્મભ્રષ્ટ કરે છે, તે પણ તેઓને ભ્રષ્ટ કરી શકતા નથી. - = અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ. —
કહ્યું છે કે – नट्ठिय मणगारमेसणं समणं ठाणं प्रियं तवस्सिणं ।। महर बुट्टा य पत्थए अवि सुस्से ण य तं लभेज णो॥१६॥
ભાવાર્થ–સંસાર છોડી સાધુ ધર્મ પ્રત્યે ઉભા થએલ, તથા નિર્દોષ આહારનું ભજન કરનાર, તેમજ નાના પ્રકારના તપ કરનાર અણગારને અનુકૂળ ઉપસર્ગો સંયમના ઉત્તરેત્તર સ્થાનથી જરા પણ પરિભ્રષ્ટ કરી શકતા નથી. બાળકે તથા કુટુંબીઓ કદાચ પ્રાર્થના કરે જે અમે આપથી પાળવા લાયક છીએ, અથવા તમે અમારાથી પાળવા લાયક છે, માટે અમને છેડી આપ ચાલી નીકળે, તે વાજબી નથી. ઈત્યાદિ કાલાવાલા કરી તે લેકે થાકે, પણ સાધુ ચલાયમાન થાય નહિ. તેવી જ રીતે સ્ત્રી પુત્રાદિક પણ અનુકૂળ ઉપસર્ગ કરે છે, જેમ કહ્યું છે કે –
जश कालाणियाणि कासिया जइ रोयंति पुत्तकारणे । दवियं निक्खुसमुट्टियं णो लन्जति ण संग वित्तए ॥१७॥ जइ विय कामेहिं बाविया जाणं जाहिण बंधनो घरं । जइ जीवित नावकखए जो लभंति ण संठवित्तए।॥ १८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org