________________
^
^^^^^fphw
(૭૪)
ધર્મદેશના. wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww રૂપી ચંદ્રનું આચ્છાદન કરવામાં દંભ રાહુ તુલ્ય છે, વળી દંભ દૈભગ્યનું કારણ છે તથા અધ્યાત્મ સુખને અટકાવવામાં દંભ અર્ગલા (ગળ) સમાન છે.
વિવેચન –જ્યાં સુધી દંભ અર્થાત્ કપટ છે, ત્યાં સુધી ધર્મકરણ મેક્ષનું સાધન થતી નથી. અનેક પ્રકારની ક્રિયા કરે, તે પણ દંભ તેને સફળ થવા દેતું નથી. ચંદ્ર પોતે શીતળ, નિર્મળ તથા રમણીય છે, છતાં. રાહુના સપાટામાં જ્યારે આવે છે, ત્યારે માટીની ઢાંકણી જે નિસ્તેજ બને છે. તે જ પ્રમાણે ધર્મ રૂપી ચંદ્રમાં દંભદ્વારા કર્મ રૂપી રાહુના સપાટામાં આવી જાય છે. જ્યાં દંભ પ્રવેશ કરે છે, ત્યાં દુર્ભગ્યને ઉદય જલદી થાય છે, અને અધ્યાત્મ સુખ તે દંભીને સ્વપ્નાં તરમાં પણ મળવું દુષ્કર છે. વાસ્તુ દંભથી દૂર રહેવું. હવે દંભ દુર્જય છે તે બતાવે છે –
सुत्यजं रसलाम्पटयं सुत्यजं देहनूषणम् । मुत्यनाः कामनोगाद्या उस्त्य दम्जसेवनम् ॥१॥
રસની લંપટતા સુખે કરી તજી શકાય છે, દેહનું ભૂષણ પણ તજી દેવું સુલભ છે, કામ ભેગાદિ પણ સહેલાઈથી તેજી શકાય છે, પરંતુ એક દંભની સેવા તજવી ઘણી જ મુશ્કેલ છે.
દંભ સેવનના ત્યાગ સિવાય શ્રીભગવદ્રભાષિત દીક્ષા પણ નિષ્ફળ છે–
अहो ! मोहस्य माहात्म्यं दीक्षा नागवतीमपि। दम्जेन यघिलुम्पन्ति कज्जलेनेव रूपकम् ॥६॥
આહા! મેહનું કેવું માહામ્ય છે કે, કાજળથી ચિત્રામણને નાશ કરવાની માફક દંભવડે માણસ શ્રીવીતરાગ ભગવાનની દીક્ષાને પણ નાશ કરે છે. વળી દંભ ધમની અંદર વિશભૂત છે, તે કહે છે—
अब्जे हिमं तनौ रोगो वने वह्निर्दिने निशा । ग्रन्थे मौयं कलिः सौख्ये धर्मे दम्न उपप्सवः ॥ १॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org