________________
માયાને જય.
(૭૫)
- કમળની અન્દર જેમ હિમ ઉપદ્રવરૂપ છે, શરીરમાં જેમ રેગ છે, વનમાં જેમ અગ્નિ, દિવસમાં જેમ રાત્રિ, ગ્રંથમાં જેમ મૂર્ખતા તથા સુખમાં જેમ ફ્લેશ ઉપદ્રવ ભૂત, છે તેજ પ્રમાણે દંભ ધર્મની અન્દર વિદ્ધ કરનાર છે.
વળી નીચેના લેકમાં બતાવે છે કે દંભ પૂર્વક કરવામાં આવેલા તપ-જપ પણ સંસારને ઘટાડી શક્તા નથી, તથા જ્યાં સુધી દંભ છે ત્યાં સુધી તમામ નિષ્ફલ છે–
दम्नेन व्रतमास्थाय यो वाञ्चति परंपदम् । लोहनावं समारुह्य सोऽब्धेः पारं यियासति ॥१॥ किं व्रतेन तपोनिवर्वा दम्नश्चेन्न निराकृतः । किमादर्शन किं दीपैयद्यान्ध्यं न दृशोर्गतम् ॥२॥ केशलोचधराशय्यानिवाब्रह्मवतादिकम् । . दम्नेन सुष्यते सर्व त्रासेनैव महामणिः ॥३॥ કપટ ભાવથી વ્રત સ્વીકારીને જે માણસ મેક્ષ મેળવવાની ઈ. ચ્છા કરે છે, તે ખરેખર લેઢાના વહાણમાં બેસી સમુદ્રને પાર પામવાની ઈચ્છા કરે છે (૧). જે દંભને દૂર નથી કર્યો, તે છઠ અઠ્ઠમ વિગેરે તપસ્યાઓ વડે પણ શું ફાયદો? જે દષ્ટિમાંથી અંધાપે દૂર થયે નથી, તે દીવા અથવા આરીસા વડે કરીને પણ શે લાભ છે? (૨). ત્રાસ નામના દેષ વડે જેમ મહામણિ રાષિત થાય છે તેમ, દંભવડે, કેશનું લંચન, પૃથ્વી ઉપર શયન, ભિક્ષા વડે શુદ્ધ આહારનું ગ્રહણ તથા અઢાર પ્રકારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન વિગેરે તમામ દૂષિત થાય છે (૩). - વિવેચન–પટી પુરૂષનું કલ્યાણ કેઈ ઠેકાણે થતું નથી. કપટી માણસના યમનિયમાદિ કૃત્યે સંસારને વધારે છે, યાવત્ ઘેર તપસ્યા પણ જન્મ મરણાદિ મહા દુઃખને વધારે છે. બ્રહ્મચર્ય પણ મેક્ષને હેતુ થતું નથી, જે પ્રમાણે દેષવાળું મણિ મહા મૂલ્યનું હેય તે પણ અલ્પ કિંમતમાં ખપે છે, તેજ પ્રમાણે મેક્ષનાં કારણું રૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org