________________
(૩૨)
ધમાના.
ઉત્પન્ન થયે છતે, પ્રથમ પિતાના આશ્રયને જ બાળે છે, પછી બીજાને બાળ અથવા ન બાળે. ભાવાર્થ એ છે કે અગ્નિની માફક ફ્રધથી પણ ભવ્ય પુરૂએ હમેશાં ડરતાં રહેવું જોઈએ. (૨) આઠ વર્ષ જૂન પૂર્વ કેટી વર્ષ વડે જે તપ એકત્ર થયેલ હોય છે, તે તપને, ધ રૂપી અગ્નિ ક્ષણવારમાં બાળી નાખે છે. અર્થાત્ તે તપને નાશ કરે છે. (૩) મોટા પુણ્યના સમૂહ વડે સંચય કરવામાં આવેલું શાંતિ રૂપ દૂધ, ક્રોધ રૂપ વિષની સાથે સંબંધ પામવાથી તત્કાળ અસેવ્ય થઈ જાય છે અર્થાત્ વિષમિશ્રિત દૂધનું પાન કેઈપણ કરતું નથી. (૪) વૃદ્ધિ પામતે એ ક્રોધ રૂપી ધૂમાડે, વિચિત્ર ગુણોને ધારણ કરવાવાળી ચાગ્નિ રૂપી ચિત્રની રચનાને, અત્યત શ્યામતાવાળી બનાવે છે. (૫) હવે દૈધને સર્વથા નાશ કરે જોઈએ તે વાતને ઠસાવવાને માટે છેડા એક શ્લેકે વિવેચન સહિત એક પછી એક બતાવે છે –
यो वैराग्यशमीपत्रपुटैः शमरसोजितः ।
शाकपत्रपुटानेन क्रोधेनोत्सृज्यते स किम् ॥१॥ . વૈરાગ્ય રૂપ શમીપત્રને પડીયા વડે કરીને જે શાંતિ રૂપી રસ એકઠો થયે હોય છે, તે શાંતિ રસને, શું શાકપત્રના પડીયા તુલ્ય ક્રોધ વડે, ત્યાગ કર જોઈએ? અપિ તુ ન કરે જોઈએ.
વિવેચન –શમીપત્ર (ખીજડાનાં પાંદડાં) ઘણું નાનાં હેય છે, તે તેથી તેમાં રસ બહુજ છેડે સમાય. અર્થાત્ તેનાથી રસને ભેગે . કરતાં ઘણી જ વાર લાગે, તેજ પ્રમાણે વૈરાગ્ય વડે કરીને શાંત રસ મહા મહેનતે એકઠા થઈ શકે છે. હવે શાકપત્ર મેટાં હોય છે, તેથી તેમાં ઘણે રસ સમાય છે, તે તેનાં મેટાં પડીયાઓ વડે કરીને, શમીપત્રનાં નાનાં પડીયાઓ વડે એકઠા થએલા શાંતિ રૂ૫ રસને ઉલેછી નાંખતાં વાર લાગે નહિ, તેમ વૈરાગ્ય વડે એકઠે થએલે શાંતરસ કે ધ વડે તરતજ નાશ પામે છે. માટે મહા મહેનતે જે ચીજ એકઠી કરી હોય તે ચીજને લગાર વારમાં નાશ કરી નાંખવે, તે બુદ્ધિમાનનું કર્તવ્ય નથી તેટલા વાતે કેધ ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org