________________
14
જનતત્ત્વ વિચાર સ્યાવાદ–નયવાદ મનુષ્ય-પ્રજાની દૃષ્ટિને વિશાળ અને હૃદયને ઉદાર બનાવી મૈત્રીભાવને રસ્તે સરળ કરી આપે છે. જીવનના કલહ શમાવવામાં અને જીવનવિકાસને માર્ગ સરળ કરી આપવામાં નયવાદ એ સંસ્કારી જીવનનું સમર્થ અંગ છે.
પોતપોતાની હદમાં સ્થિત રહીને અન્ય દષ્ટિબિંદુને તેડી ન પાડવામાં નની સાર્થકતા છે. મધ્યસ્થપુરૂષ સર્વ નોને જુદી જુદી દૃષ્ટિએ ચચિત માન આપી તત્ત્વક્ષેત્રની વિશાળ સીમા અવેલોકે છે, અને એથી જ એને રાગદ્વેષની નડતર ઊભી નહિ થવાથી આત્મસાધનના પ્રયાસમાં સફળતા. મેળવે છે. નયવાદ એ સ્વાવાદને જ પેટા વિભાગ છે. એટલે સ્યાદવાદ કે નયવાદ એ વસ્તુતઃ એક જ છે.
વિચારોની અથડામણને લીધે જ્યારે પ્રજાના માનસ ક્ષુબ્ધ બને છે અને વાતાવરણ અશાન્ત બને છે, ત્યારે તત્ત્વદશીએ પ્રજાની સામે સ્વાવાદને પ્રકાશ ધરે છે અને વસ્તુસ્થિતિને જુદી જુદી દષ્ટિએ અનેક રીતે તપાસી સમન્વય કરવાને માર્ગ સમજાવે છે. સ્થાવાદ સિદ્ધાન્ત આ રીતે અવલોકન દષ્ટિને વિશાળ બનાવે છે અને સંકુચિત દૃષ્ટિથી ઉત્પન્ન થનારા કેટલાલોને શમાવે છે. આમ રાગદ્વેષ શમાવી જનતાના જીવનમાં મૈત્રીભાવને મધુર રસ રેડવામાં સ્યાદુવાદની ઉપયોગિતા છે. આ સ્થાવાદને “સંશયવાદ કહેવો એ પ્રકાશને જ અંધકાર કહેવા બરાબર છે. જેના ઉપદેશનું અંતિમ પરિણામ રાગદ્વેષની નિવૃત્તિમાં છે. એ એક જ માત્ર જૈન વાણનું મુખ્ય ધ્યેય છે. અત્રે સ્યાદ્વાદને ચર્ચાનો વિષય નથી, કિન્તુ જેન દશનની મહત્તા દશવ વાને કિચિત પચાસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org