________________
5 જૈન દર્શનની મહત્તા
જૈનધર્મ એ વસ્તુતઃ વીતરાગ માર્ગ છે, અને વિતરાગ માર્ગમાં સ્યાદ્વાદ–અનેકાન્ત માર્ગને મુખ્ય સ્થાન છે. સ્યાદવાદ એક જ વસ્તુને જુદી જુદી અપેક્ષાએ અનેક રીતે અવેલેકવાનું કહે છે અર્થાત્ એક જ વસ્તુ અમુક અપેક્ષાએ
અસ્તિ” છે–એ નિશ્ચિત વાત છે અને અમુક અપેક્ષાએ નાસ્તિ” છે–એ પણ નિશ્ચિત વાત છે. તેમજ એક વસ્તુ એક દૃષ્ટિએ નિત્યરૂપે પણ નિશ્ચિત છે અને બીજી દષ્ટિએ અનિત્યરૂપે પણ નિશ્ચિત છે. આવી રીતે એક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન ધર્મોને ભિન્ન ભિન્ન અપેક્ષા–દષ્ટિએ અબાધિત પણે સમન્વય કરવો એનું નામ “સ્યાદવાદ” છે. જૈનદર્શન અર્થાત્ કહો કે અને એકાન્ત દર્શન સિવાય કોઈ પણ દર્શન નકાર આ વાદવાદને સીધી રીતે સ્વીકાર કરતો નથી. જે કે આડકતરી રીતે તે તે દર્શનકારેને પણ સ્થાવાદ સ્વીકાર્યા વિના ચાલતું નથી, તથાપિ જે સ્યાદ્વાદસિદ્ધતા, જે દૃષ્ટિવિશાળતા, જે સર્વથા અવિસંવાદિતા અને તેથી જે જૈનદશનની સર્વોચ્ચતા નિર્વિવાદ સિદ્ધિ છે. તે દરેક બુદ્ધિમાનસજન નિષ્પક્ષપાતપણે જૈન સિદ્ધાંત અને જૈન ન્યાયનું સાંગોપાંગ નિરીક્ષણ કરશે તેને લાગ્યા વગર નહિ જ રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org