________________
268
જૈનતત્ત્વ વિચાર
કાર્યોને અને વિભાવના ફળને ત્યાગ ન થયે; તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરે તે જ વિચાર સફળ છે.
[૧૦૦] જે વિદ્યાથી જીવ કર્મ બાંધે છે, તે જ વિદ્યાથી જીવ કર્મ છેડે છે. તે જ વિદ્યા સંસારી હેતના પ્રગે વિચાર કરવાથી કમબંધ કરે છે અને તે જ વિદ્યા દ્રવ્યનું સ્વરૂપ સમજવાના પ્રયોગથી વિચાર કરે તે કર્મ છોડે છે.
[૧૧ ગમે તેવી વિશાળ બુદ્ધિ હોય પણ જે આત્મતત્વની શ્રદ્ધા ન હોય, તો તેવી લુખી બુદ્ધિથી સત્ય સુખ પ્રાપ્ત થતું નથી.
[૧૦૨] મન જે આત્માભિમુખ ન થયું તો ભણવું–ગણવું સર્વ વ્યર્થ છે. આત્મા સાથે પ્રીતિ થયા વિના પરથી–પુદ્ગલભાવથી પ્રીતિ છૂટતી નથી, અર્થાત્ આત્મધર્મમાં રૂચિ થયા વિના પુદગલ ઉપર થતી મમતા ત્યાગી શકાતી નથી.
[૧૦૩] પિતાના આત્માની સ્થિતિ આ જગતમાં કેવી છે તેનું પહેલી તકે જ્ઞાન મેળવવાની જરૂર છે.
[૧૦૪] વૈરાગ્યપૂર્વક કરવામાં આવેલ વિચાર જ સફળ થાય છે. રાગવાળાએ કરેલો વિચાર સફળ થતો નથી. જે સુબુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org