________________
ચિંતન કણિકા
269
વાળા પુરૂષને દિવસે દિવસે સંસારના સુખાની લાલસા પાતળી થતી હાય, તે પુરૂષના વિચાર ફળદાયક થાય છે. [ ૧૦૫ ]
જ્યાં સુધી વૈરાગ્યવાસિત ચિત્ત કરવાના વાર વાર અભ્યાસ પાડવામાં આવતા નથી, ત્યાં સુધી તે અસ્થિર અવસ્થામાં રહી આધ્યાત્મિક માર્ગ તરફ વલણ પકડતુ નથી અને તેથી જીવ અહિરાત્મભાવમાં વર્યાં કરે છે.
[ ૧૦૬ ]
વૈરાગ્ય અને અભ્યાસથી ચિત્તવૃત્તિનો નિરોધ થઈ શકે છે. વિષયમાં આસક્તિ નહિ રાખવી તેનુ નામ વૈરાગ્ય અને વિષય તરફ જતાં મનને વારવાર શકવુ' તેનુ' નામ
અભ્યાસ.
[ ૧૦૭ ]
તત્ત્વમેધના વિકલ્પ થવામાં હેતુભૂત એવી ચિંતા કરવાના જેનામાં સ્વભાવ નથી, તે ગતાનુગતિક પામર પ્રાણીને પ્રશસ્ત વૈરાગ્ય પ્રાપ્ત થઈ શકતા નથી અને એથી જ મેાક્ષના સાધનભૂત માગ માં પ્રવેશ થઈ શકતા નથી.
[ ૧૦૮ ]
વૈરાગ્યવિષયને મુખ્ય ઉદ્દેશ સ્વવસ્તુ ઓળખાવવાનો, તેના ઉપર પ્રેમ ઉત્પન્ન કરાવવાના અને પરવસ્તુ કચી છે? તેને શેાધી તેની સાથેના સમધ એટેા કરાવી ધીમે ધીમે તે તેાડી નાંખવાના હાય છે.
[ ૧૦૯ ] વૈરાગ્ય વિનાનું જ્ઞાન આત્માની પરમાત્મદ્રેશા પ્રગટાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org