________________
246
જૈનતત્ત્વ વિચાર
( ૧૫ ] બહારથી જે વસ્તુ આવેલી હોય તે તરફ નજર રાખીને વ્યવહાર બેલે છે, ત્યારે નિશ્ચય અંદરમાં પિતાની જે વસ્તુ છે તે તરફ નજર રાખીને વાત કરે છે.
[ ૧૬ ] નિશ્ચયમાં જ લીન થયેલા મહાત્માઓને જે ક્રિયાઓ અતિ પ્રજનવાળી નથી, તે જ કિયાઓ વ્યવહારમાં રહેલાને અતિ ગુણકારી છે. પાંચમાં અને છટ્ઠા ગુણસ્થાનકે વ્યવહારની મૂખ્યતા અને નિશ્ચયની ગણતા હોય છે, જ્યારે અપ્રમત્ત આદિ ગુણસ્થાનકથી માંડી નિશ્ચયની મૂખ્યતા હોય છે.
[ ૧૭ ] વ્યવહારનયને જાણું આદર્યા વિના નિશ્ચયનય આદરવાની ઈચ્છા કરવી એ અનુપાગી છે. શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની પ્રાપ્તિ કદી પણ થતી નથી.
[ ૧૮ ] સ્થૂલ મલિનતાવાળાને વ્યવહાર–કિયા ઉપયોગી છે. વૃત્તિઓમાં રહેલી સ્કૂલ મલિનતા ઉત્તમ વ્યવહારવાળા દાન, તપ, જપ, વંદન, પૂજન, દયા આદિ કિયાએથી દૂર કરી શકાય છે, જ્યારે મનમાં રહેલી સૂકમ મલિનતા વિવેકદષ્ટિવાળા વિચારથી વિશુદ્ધ કરી શકાય છે.
[ ૧૯ ] કિયામાર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્ય પોતાના મન-વચનશરીરને વ્રત-તપ-જપાદિ યમ-નિયમમાં અહર્નિશ પ્રવર્તાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org