________________
જેનતત્વ વિચાર
દૃષ્ટિભેદ, દૃષ્ટિ બે પ્રકારની છે. એક ઓઘદૃષ્ટિ અને બીજી વાસ્તવિકષ્ટિ યા ગદષ્ટિ. જે પ્રકાશ ગાઢ મિથ્યાત્વના સહકારથી અત્યંત આચ્છાદિત થએલ છે અને એથી જ જેમાં વિપર્યાસને અતિ સંભવ છે, અથવા વિપર્યાસ જ છે, તે ઓઘદષ્ટિ” કહેવાય છે, કે જેમાં જગત્ મુંઝાયું છે. જ્યારે જેમાં ચરમ યથાપ્રવૃત્તિકરણના પ્રભાવે મિથ્યાત્વને વેગ મંદ પડ્યો છે, અને એથી અલ્પ પણ વિશુદ્ધ પ્રકાશ પથરાય છે, તે “વાસ્તવિક દષ્ટિ” કહેવાય છે. એમાંય અંશથી પણ મિથ્યાત્વના સંપર્કથી રહિત પ્રકાશ તે રિથરાદિ છેલ્લી ચાર શુદ્ધદષ્ટિમાં જ કહેવાય છે.
અપુનબંધક દશાના વિકાસમાં દૃષ્ટિને પણ વિકાસ થાય છે. આમ છતાં એ દષ્ટિ અવિશુદ્ધ હોય છે, કારણમંદ હોવા છતાં મિથ્યાત્વના સંપર્કથી કલુષિત થએલ છે. એ દશામાં મિત્રાદિ પહેલી ચાર દષ્ટિએ હોય છે. સમ્યગદશનની પ્રાપ્તિ બાદ શુદ્ધદષ્ટિઓને લાભ થાય છે. તેને અવધિકાળ કેવળજ્ઞાનની સીમા સુધી છે.
સમ્યગદર્શનની ઉપલબ્ધિ બાદ “અપરતવની (સમ. વસરણમાં વિરાજમાન શ્રી જિનેશ્વરદેવનું રૂપ તે અપરતત્વ કહેવાય છે.) જિજ્ઞાશા, દિક્ષા થાય છે. જેની સફળતા સપ્તમ ગુણસ્થાનકે પૂર્ણરૂપે થાય છે. એ દશામાં પ્રવૃત્તિમાર્ગની યા. તે શાસ્ત્રાગદ્વારા ભક્તિમાર્ગની તથા વચનાનુષ્ઠાનની મુખ્યતા હોવાથી વાસ્તવિક નિરંજનનિરાકાર સ્વભાવી પરમાત્મસ્વરૂપ પરતત્વની જિજ્ઞાસાવડે દિક્ષા થતી નથી. આમ છતાં શાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
N