________________
199
મનને વશ કરવાને ઉપાય
તેઓએ સમજવું જોઈએ કેન્દઢ આગ્રહપૂર્વક નિરંતર અભ્યાસથી જ વિચારશક્તિ વૃદ્ધિ પામે છે. આ વિચારે પછી સારા હોય કે નઠારા હોય, પણ સારા વિચારથી સારા વિચારની અને ખરાબ વિચારથી ખરાબ વિચારની શક્તિ વૃદ્ધિ પામે છે.
વિચારની અધિકતા ઉપર મનના પ્રવાહની વૃદ્ધિને આધાર છે અને વિચારના ગુણ ઉપર તે ગુણની દતાને આધાર રહે છે.
મનને સુધારવાની અને તેને વિકસિત કરવાની જેમની ઈચ્છા હોય, તેમણે નિરંતર નિયમિત રીતે મનન કરવાનો અભ્યાસ કરવો અને પિતાની માનસિક શક્તિઓ સુધારવાને નિશ્ચય લક્ષમાં રાખ. આ અભ્યાસ પૂર્ણ ફળદાયક થાય તે માટે પિતાને આધ્યાત્મિક આદિ જે વિષય પ્રિય હોય, એવા કોઈ વિષયના સંબંધમાં કેઈ ઉત્તમ પુરુષે લખેલું અને તેમાં નવીન પ્રબળ વિચારે દાખલ થયા હોય તેવું પુસ્તક લેવું. તેમાંથી ડાં વાયે હળવે હળવે વાંચવાં. પછી વાંચેલ વાક્યો ઉપર દઢતાથી–આસક્ત ચિત્તથી વિચાર કર. જેટલા વખતમાં તે વાકયે વાંચ્યાં હોય તેથી બમણું વખત સુધી વિચાર કરે.
વાંચવાનું કારણ નવા વિચારે મેળવવાનું નથી, પણ વિચારશક્તિ પ્રબળ કરવાનું છે. શરૂઆતમાં અધી” ઘડી (બાર મીનીટ) વાંચવાનું બસ છે, કારણ કે–વધારે વખત વાંચવાથી દઢતાથી ધ્યાન આપવાનું કાર્ય આરંભમાં જરા વિશેષ પરિશ્રમ આપનાર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org