________________
200
જૈનતત્વ વિચાર
* કેટલાક મહિના સુધી આ નિયમિત અભ્યાસ કરનારને માનસિક બળમાં સ્પષ્ટ વધારે થયેલે માલુમ પડે છે અને પ્રથમ કરતાં ઘણી સારી રીતે તે નવીન વિચારે કરી શકે છે.
આ સર્વ વિચારેની ઉત્પત્તિનું મૂળ આપણો આત્મા છે. સત્તામાં રહેલી શક્તિઓ આવા વિચારે દ્વારા બહાર આવે છે. આટલી વાત યાદ રાખવી કે–અનેક વિચારે કરનારમાં પરસ્પર જે વિષમતા કે ન્યુનાધિકતા દેખાય છે, તે સત્તાશક્તિની નયૂનતાને લીધે નહિ, પણ સાધનની અગ્યતાને લીધે થાય છે; માટે પૂર્ણ સાધને મેળવી પ્રયત્ન કરનાર વિજયી નિવડશે.”
પોતાના મનને પ્રતિકૂળ થઈ પડે તેવાં-ક્ષોભ થાય તેવાં નિમિત્તેને પણ દૂર કરવાં અર્થાત્ સારાં નિમિત્તો ઊભાં કરી દેવાં. વળી અભ્યાસીઓએ આ વાત વારંવાર મરણમાં રાખવી કે–અવિચ્છિન્ન ઉન્નતિ માટે અભ્યાસની નિયમિતતા જરૂરની છે. એક દિવસને અભ્યાસ ખલિત થતાં ચાર દિવસના અભ્યાસ જેટલી ખોટ ખમવી પડે છે–તેટલી હાનિ પહોંચે છે. વિચારની સ્થિરતા થયા પછી આ નિયમિતતાની એટલી બધી જરૂર રહેતી નથી.
મનની અસ્તવ્યસ્ત સ્થિતિ
અને તેના નાશનો ઉપાય જે માણસે વિચારશક્તિને ખીલવતા નથી તેઓના મનમાં ઘણું અસ્તવ્યસ્ત વિચારે હોય છે. કાંઈ પણ ફળપ્રાપ્તિના આશય વિના વારંવાર તેઓ જેમ-તેમ વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org