________________
11
જૈન તત્ત્વ વિચાર સંબંધ સર્વથા છૂ થાય છે, તેનું નામ જ મેક્ષ છે. આ રીતે કર્મ બાંધવાના અને કર્મથી મુક્ત થવાના સુંદર ઉપાયે લેખકશ્રીએ આ લેખમાં સમજાવ્યા છે.
હવે આગળ વધતાં જુદા જુદા દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ વિગેરેની અસર આત્મા ઉપર કેવી રીતે થાય છે ? અધ્યવસાયની તરતમતાથી કર્મબંધમાં પણ તરતમતા પડે છે. જીવને દ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિને અનુસરી જેવા જેવા પ્રકારના સંયોગ-નિમિત્ત પ્રાપ્ત થાય છે, તેવા તેવા પ્રકારે આત્મા અધ્યવસાયને પામી તે અનુસાર તીવ્ર કે મંદ રસ વડે સ્થિતિબંધ અનુભવે છે. વળી રસબંધ તે વેશ્યાના ભિન્ન ભિન્ન પરિણામથી ભિન્ન ભિન્ન રીતે ભેગવાય છે. આ રીતે સ્થિતિબંધ, રસબંધ વિગેરે માર્મિક પદાર્થો સમજાવીને “આત્મચિંતન લેખમાં અનંતા છવદ્રવ્ય માંથી પોતાના આત્માને જુદો કરી તેનો વિચાર કરવો તેનું ચિંતન કરવું તેમાં જ સ્થિર થઈ જવું વિગેરે સમજાવ્યું છે. આત્માના સ્વરૂપની વિચારણાથી જ મોક્ષ પામી શકાય. છે. ચિંતનમાં આલંબન તરીકે પરમેષ્ઠિ ભગવંતેનું આલંબન શરૂઆતમાં લઈ શકાય છે. પછી આગળ વધતાં નિરાલંબન દશા આવી જતા શુદ્ધ આત્માનું ચિંતન સુલભ બને છે. પ૨ વસ્તુના ચિંતનને ત્યાગ કરવા વૈરાગ્યની ભૂમિકાને મજબૂત બનાવવાનું કહ્યું છે. જ્ઞાનગર્ભિત. વૈરાગ્યથી જ આત્મચિંતનમાં આગળ વધી શકાય છે “હું” આત્મા છું” શુદ્ધ આત્મા છું એવો અધ્યાસ દઢ કરે જરૂરી છે. “પદ્રવ્યના ચિંતનને ત્યાગ કરી આત્મ દ્રવ્યનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org