________________
10
જૈન તત્વ વિચા થાય તે યોગ કહેવાય છે. ચોથાથી સાતમાં ગુણસ્થાનક સુધી ભેદ-ઉપાસનાની મુખ્યતા છે. ત્યાર પછી અભેદ– ઉપાસનાનો આરંભ થાય છે. આત્મા અને પરમાત્માના અભેદની સાધના આઠમાં ગુણસ્થાનકથી થાય છે, તે સમજાવીને નિર્વિકલ્પ સમાધિ શું છે? અને ત્યારપછી ઉજાગરદશા પ્રાપ્ત થાય છે અને કેવળજ્ઞાનની જ્યોતિ પ્રગટ થાય છે એનું સ્વરૂપ સમજાવીને છેલ્લે નિવૃત્તિ માર્ગ એ જ અસંગાનુષ્ઠાન છે તે પણ સમજાવેલ છે. આ રીતે મોક્ષપર્યંતની સાધનાનું સ્વરૂપ સુંદર શૈલીમાં સમજાવેલ છે. કેગના ભેદ, અપુનબંધકના લક્ષણ, તેનું સ્વરૂપ, પૂર્વસેવા યથાપ્રવૃતકરણ, અપૂર્વકરણ વગેરે પદાર્થોને તે વિવિધ તવ સુંદર શૈલિમાં પ્રગટ કરેલ છે.
કમને બંધ અને મુક્તિના કારણે આ લેખમાં આત્મા કર્મથી કેવી રીતે બંધાય છે. કર્મ બાંધવાનાં મુખ્ય ચાર કારણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે. તેના દ્વારા કર્મ પુદગલોને આત્માની સાથે સંબંધ થાય છે. અજ્ઞાનદશામાં આ ચાર કારણોથી આત્મા સાથે કર્મ બંધાય છે અને આત્મા પિતાની શક્તિનો ઉપયોગ રાગદ્વેષ. સાથે કરે છે. તે કારણેને દૂર કરવાથી કર્મ પુદ્ગલને સંબંધ છૂટી જાય છે જેનું નામ કર્મબંધથી મુક્તિ છે. આવતા કર્મોને રોકવા માટે સમ્યક દર્શન વિરતિ, ક્ષમા, નમ્રતા, સરળતા, આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરવી વિ. ઉપાયો સમજાવ્યા છે. અને તેના દ્વારા સંવર-નિર્જરા થાય છે. અને ઉત્તરોત્તર સર્વ કર્મોને આમ પ્રદેશ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org