________________
ધર્માધ્યક્ષ “ઠીક; તે તે ઘોડાને કારણે જ માણસ પુરુષ બની શકે, એમ તમારું માનવું છે. પણ તમે કોઈ પુરુષને પ્રેમ કરો છો?”
“પ્રેમી તરીકે ?” “હા, પ્રેમી તરીકે.”
પેલી થોડી વાર વિચારમાં પડી ગઈ. પછી કંઈક નિશ્ચયપૂર્વક તે બોલી ઊઠી, “થોડા વખતમાં હું નક્કી કરી લઈશ.”
“પણ આજે જ કેમ નહીં ? અને મને જ કેમ નહીં?” “જે માણસ મારું રક્ષણ ન કરે, તેને હું પ્રેમ કરી શકે નહીં.”
ગ્રિગોરનું મો શરમથી લાલ લાલ થઈ ગયું. તેણે બે કલાક પહેલાં જ પેલાઓના હાથમાંથી આને બચાવવાની બાબતમાં કેવો કંગાળ દેખાવ કર્યો હતો, એ તેને યાદ આવ્યો. ઊલટું જે કંઈ થોડો ઘણો પ્રયત્ન તેણે કર્યો હતો, તેના બદલામાં તો આણે પતિ તરીકે સ્વીકારવાનું કબૂલ રાખીને તેને જીવ બચાવ્યો હતો ! એ બધું યાદ આવતાં તેણે આગળ પૂછયું, “પણ પેલા ખંધિયાના હાથમાંથી તમે છટક્યાં કેવી રીતે એ તો કહો!”
એ ખંધિયાની યાદ આવતાં જ પેલી એકદમ કંપી ઊઠી અને તેણે પોતાના હાથના પંજામાં માં સંતાડી દીધું.
પણ તે તમારી પાછળ પાછળ શા માટે આવ્યો હતો, એ તમે કલ્પી શકો છો?”
ગ્રિગોરે બીજી રીતે એ વાત પૂછી.
“મને ખબર નથી, પણ તું જ કહે કે તું મારી પાછળ પાછળ શા માટે આવ્યો હતો?”
સાચું કહું તો મને જ કશી કલ્પના નથી.”
અચાનક એ છોકરી કશું ગીત એની ભાષામાં ગણગણવા લાગી અને તેની બકરીને પંપાળવા લાગી.
“લોકો તમને લા ઍસમરાદા કેમ કહે છે?” મને કશી જ ખબર નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org