________________
૬૮
ધર્માધ્યક્ષ પછી એક ઠેકડો મારી તે ગ્રિગોરની સામે આવી ત્યારે કોણ જાણે ક્યાંથી તેના હાથમાં એક કટાર ચમકતી હતી.
એ સુંદરી એકદમ ડંખ મારવા તત્પર થઈ ગયેલી નાગણ બની ગઈ હતી! પેલી બકરી પણ શીંગડાં ઉલાળી ચિંગારને સામનો કરવા તૈયાર ઊભી હતી.
પેલી જિપ્સી-કન્યા હવે બોલી, “તને બહુ હિંમતવાળો બદમાશ કહેવો પડે !”
“માફ કરજો, સુંદરી; પણ તો પછી તમે મને પરણ્યાં શા માટે?”
“તો મારે તને ફાંસીએ લટકવા દેવો જોઈતો હતો, એમ તારું કહેવું છે?”
“અર્થાત્, મને ફાંસીએથી બચાવવા જ તમે મારી સાથે લગ્ન કરવાનું કબૂલ કર્યું છે?”
“તો પછી બીજો કયો હેતુ મને હોઈ શકે, એમ તું કહેવા માગે છે?”
ઠીક; ભલે; વારુ, સમજ્યો. હવેથી તમારી પરવાનગી વિના હું તમારી સરસે પણ નહિ ટૂકું. પણ હવે મહેરબાની કરી મને કંઈક ખાવાનું આપો તો સારું.”
પેલી જિપ્સી-કન્યા કંઈ બોલી નહિ. તેણે ફરી એક વાર હેઠ લંબાવી પોતાનો તિરસ્કાર વ્યકત કર્યો. પણ પછી ડોક ઊંચી કરી તે ખડખડાટ હસી પડી – તરત જ પેલી કટાર આવી હતી તેમ જ અલોપ થઈ ગઈ – આ મધમાખે પોતાનો ડંખ કયાં સંતાડી દીધો. એની કશી ખબર ગ્રિગોરને ન પડી.
પરંતુ થોડી વાર બાદ પેલીએ ટેબલ ઉપર ખાવાની ચીજ મૂકી દીધી. એટલે ગ્રિગોર ભૂખાળવાની પેઠે તે ચીજો ઉપર તૂટી પડયો. – જાણે થોડા વખત પહેલાંની તેની પ્રેમ-ભૂખ જઠરાગ્નિની ભૂખમાં જ પલટાઈ ગઈ ન હોય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org