________________
વલની રાત
થોડી મિનિટ બાદ ગિર એક હૂંફાળા, કમરામાં આવી પહોંચ્યો. સામે ટેબલ હતું, અને હાટિયાં-કબાટમાંથી ખાવાની ચીજો કાઢવાની જ વાર હતી. તેની સામે અપ્સરા જેવી પેલા જુવાન જિપ્સીકન્યા બેઠી હતી.
ગિંગોરને પોતે કોઈ પરી-કથા વાંચી રહ્યો હોય એમ જ લાગ્યું. કયાં ફાંસીના માંચડો ! કયાં આ લગ્ન પછીની વસ્લની રાત! અને તેય ખરેખર મૃત્યુલોકની અપ્સરા કહેવાય એવી આ સુંદરી સાથે!
પેલી જિપ્સી-કન્યા પરંતુ તેના તરફ જરાય લક્ષ આપતી હોય એમ લાગતું ન હતું. તે આમતેમ જા-આવ કરતી હતી તથા વસ્તુઓ અહીંથી તહીં ફેરવ્યા કરતી હતી. તે અલબત્ત વાતચીત કરતી હતી, પણ એની બકરી સાથે. થોડી વારે પરવારીને તે ટેબલ આગળ શિંગારની સામે આવીને બેઠી.
ગ્રિગોર હવે પતિપણાના હકદાવાથી ઊઠયો અને પેલી જિપ્સીકન્યાની નજીક આવ્યો.
“શું જોઈએ છે?” પેલીએ પૂછ્યું.
“વાહ, મને એમ પૂછવાનું હોય, વહાલી ઍસમરાદા? શું હું તારો પતિ નથી? અને તું મારી પરમ પ્રિય પત્ની નથી?” - અને આટલું કહી તેણે મમતાપૂર્વક તેની કેડે હાથ વીંટાળી દીધો.
પણ એ છોકરી તો છાલમાંથી ગોટલો સરકી જાય એમ તેની પકડમાંથી સરકી ગઈ અને કમરાને બીજે છેડે જઈ સહેજ નીચી નમી.
૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org