________________
ઘડા-કેડ લગ્ન! તેટલામાં તો તે આખાં પૂતળાને જોરથી ધક્કો આપી ઊંધે મોંએ જમીન ઉપર જ ગબડી પડ્યો. તરત જ એ પૂતળાની સેંકડો ઘંટડીઓ તેને પડતો જોઈ હસતી હોય એમ રણકી ઊઠી.
તરત જ તેને પકડી લેવામાં આવ્યો; અને પેલા પૂતળાના ગળામાંથી ફાંસો કાઢી તેના ગળામાં પરોવી દઈ, તેને પેલા જ ટૂલ ઉપર ઊભો કરી દેવામાં આવ્યો.
ગુફુની દોરવણી પ્રમાણે એક જણ એ આડા પાટડા ઉપર ખિસકોલીની ચપળતાથી ચડી ગયો, અને ગ્રિગોરના માથા અડોઅડ જ બેસી ગયો. બીજો એક જણ કલૉપિનની તાળી પડે કે તરત ચિંગારના પગ નીચેથી ટેબલ ગબડાવી પાડવા તૈયાર ઊભે રહ્યો. અને એ સ્ટ્રલ ગબડે કે તરત ગિરનો પગ પકડી ઝોલો ખાવા ત્રીજો એક જણ તૈયાર ઊભો રહ્યો. પેલા પાટડા ઉપર બેઠેલાએ પણ તે વખતે જ વિંગેરના ખભા ઉપર કૂદી પડવાનું હતું.
આ બધી તૈયારી થઈ ગઈ અને કલોંપિને તાળી પાડવા પોતાના બે પંજા છૂટા પાડી ઉગામ્યા, તે જ વખતે તેને એકદમ કશુંક યાદ આવ્યું. તે બોલી ઊઠયો, “થોભે, થોભે, આપણા કાયદાનો એક ભાગ હજુ અધૂરો રહી જાય છે. અપરાધીને જીવતો છોડવાની બે શરતો છે; કતો તેણે પૂતળાને હલાવ્યા વિના તેનું ખીસું ખાલી કરવાનો કસબ બતાવી પિતાની લાયકાત પૂરવાર કરી આપવી જોઈએ, અથવા તો આપણી કોઈ સીએ તેને પતિ તરીકે સ્વીકારવો જોઈએ. તો બોલો, એય આગોટરાજયની મહિલાઓ અને મહિષીઓ! તમારામાંથી કોઈ આને માટીડા તરીકે સ્વીકારવા રાજી છે?”
ત્રણેક બાઈઓ એ ટોળામાંથી બહાર નીકળી આવી. એક જાણીએ ઝિંગરનાં ફાટયાંતૂટયાં કપડાં તથા ખાલી ખિસ્સાં જોઈ તેને ના-પસંદ કર્યો; તો બીજી એક ધિર્મી બાઈએ તેને બહુ નબળો જોઈ ના-પસંદ કર્યો, અને ત્રીજી એક જુવાનડીએ તેને પસંદ કર્યો તો ખરો, પણ પછી પોતે જિની રખાતી હતી તે માણસનો સામનો કરી શકે એવી ગ્રિગોરની દાકાત ન જોઈ, તેણે છેલ્લી ઘડીએ વિચાર માંડી વાળ્યો. ધ-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org