________________
-
૪
ધર્માધ્યક્ષ વાળેલા ફાંસામાં તેઓએ એક ધૂળધમાં ભરીને બનાવેલું માણસનું પૂતળું ગળા આગળથી પરોવી દીધું. એ પૂતળાને લાલ રંગનું કપડું મઢેલ હતું તથા તેના આખા શરીરે નાની નાની દાંટડીઓ બાંધેલી હતી. દોરડું હાલતું રહ્યું ત્યાં સુધી એ ઘંટડીઓ પણ રણકતી રહી અને એ દોરડું સ્થિર થયું ત્યારે એ કંટડીઓ પણ ચૂપ થઈ ગઈ
કલોપિને ત્યાર પછી એ પૂતળાની નીચે મુકેલા અહસાસલા ખાના સ્કૂલ ઉપર ચડવા ગ્રિગોરને ફરમાવ્યું.
ગ્રિગોર ડરતા ડરતે એ સ્કૂલ ઉપર મહાપરાણે સમધારણ જાળવીને ચડી ગયો.
પછી કલૉપિને ફરમાવ્યું: “તારો જમણો પગ તારા ડાબા પગની આસપાસ વીંટાળ, અને ડાબા પગના અંગૂઠા ઉપર ઊભે રહે.”
“પણ નામદાર, મારે નીચે ગબડી મારો હાથ-પગ ભાગો એવી જ આપની મરજી છે?”
કલૉપિને તરત તેને કરડાકીથી સંભળાવી દીધું: “જો બિરાદાર, નું વાતો બહુ કર્યા કરે છે. તારે સાંભળવાનું છે તે સાંભળી લે અને ટૂંકું કર. તારે એ રીતે અંગૂઠા ઉપર ઊભા રહી, આ પૂતળાના ખિસ્સામાં હાથ નાખવાનો છે અને તેના ખિસ્સામાં છુપાવેલી જે થેલી છે તે કાઢી લેવાની છે. પરંતુ ખબરદાર, તારે એ પૂતળું જરા પણ હાલવા નહીં દેવાનું. એ પૂતળું જરા પણ હાલશે અને તેની ધંટડીઓમાંથી એકનો. પણ રણકો સંભળાશે, તો તરત જ એ પૂતળાનો ફાંસે જ તારા ગળામાં પરોવી તને ત્યાં ને ત્યાં લટકાવી દેવામાં આવશે. પણ જો તું એક પણ ઘંટડીનો અવાજ કર્યા વિના એ ઘેલી કાઢી શકશે, તો તને સાચો ખીસાચાર ગણી, અમારા રાજ્યના નાગરિક તરીકે સ્વીકારવામાં આવશે.” .
આજુબાજુનાં બધાંએ કલૉપનના શબ્દોને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા.
ચિંગાર હવે મરણિયો થઈ, અંગૂઠા ઉપર ઊભા રહેવાનો પ્રયત્ન કરી, અડબડિયું ખાતાં ખાતાં પેલા પૂતળા ભણી હાથ લંબાવવા ગયો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org