________________
ધર્માધ્યક્ષ થાય! એટલે તું રાજીખુશીથી તારાં કપડાં આ જુવાન બાઈઓને આપી દે; તને લટકતો જોવાનો આનંદ આ લોકોને પૂરો પાડ તથા તારા પ્રત્યે શુભેચ્છાની પ્યાલી પીવા માટે તારી પૈસાની થેલી પણ તેમને વહેંચી દે. તારે મરતા પહેલાં કંઈ પૂજા-પાઠ કે દર્શન-ફર્શન કરી લેવાં હોય, તે અમે દેવળમાંથી પેલી મૂર્તિ ચોરી લાવ્યા છીએ તે પડેલી છે. તારો આત્મા તેને ચડાવવા માટે અમે તને ચાર મિનિટ આપીએ છીએ.”
નામદાર સમ્રાટો અને રાજવીઓ! હું આજે સવારે હૉલમાં જે નાટક ભજવાયું હતું તેને લેખક પોતે છું.”
“એમ, બેટમજી, તું પોતે જ છે કેમ? તે તો બિરાદર તને જલદી ફાંસીએ ચડાવવાનું સવિશેષ કારણ છે; આજે એ હૉલમાં ભીખ માગતી વખતે તારા નાટક વડે તેં મને મરવા જેટલો કંટાળો આપ્યો છે.”
“પણ મહેરબાન! તમે લોકો કવિઓને ભટકેલ લોકોના વર્ગમાં સામેલ કરવાની શાથી ના પાડે છે, એ મને સમજાતું નથી. એસપ પણ ભટકેલ હતું, હોમર પણ ભિખારી હતો, મર્ક્યુરિયસ તો ચોર જ
હતો
.”
રહેવા દે, તારી ડાચાકૂટ; શાંતિથી ફાંસીને માંચડે ચડી જા; આટલી બધી ઘાઈ કરવાની જરૂર નથી.”
પણ નામદાર, મને બચાવમાં કંઈ બોલવા દેવાની પરવાનગી પણ આપશો કે નહિ?”
ચારે તરફ ભારે બુમરાણ મચી રહ્યું. ગુલેએ શાંતિ સ્થાપવા પીપ ઉપરથી નીચે ઊતરી એક ડોસીએ રિપોર્ટ ઉપર મૂકેલા હાંડાને લાત મારી ગબડાવી પાડ્યો અને બે-ચાર છોકરાંને ઊંચકી ઊંચકીને દૂર ફંગોળી દીધાં; ત્યાર પછી ઇજિપ્તના લૂક તથા ગેલીલીના સમ્રાટ સાથે મંત્રણા કરી લઈ, ગ્રિગોરને ઝટ સંભળાવી દીધું –
તમને નગરજનોને બદમાશોને ફાંસીએ ચડવું ગમતું હોતું નથી. પણ તારી કાકલૂદીઓને લક્ષમાં લઈ, અમે એવા નિર્ણય ઉપર આવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org