________________
ધર્માધ્યક્ષ તેની આગળ એક જણ બળદના લોહીમાં કલેજાની ચરબી ભેળવી બીજા દિવસ માટે પગના ઘારાનો દેખાવ કરવા માટેનું મિશ્રણ તૈયાર કરતો હતો. બે મેજ જેટલે દૂર એક બનાવટી યાત્રાળુ બીજા દિવસ માટે ગાવાનાં સ્તોત્રો વગેરેને પાઠ યાદ કરી જતો હતો. બીજી જગાએ એક જુવાનિયો એક પહેલવાન પાસેથી મેંમાં સાબુ ચાવી ફીણ લાવી ફેફરાને દેખાવ કરવાનો પાઠ લેતો હતો. ત્યારે એ જ ટેબલ ઉપર ચાર કે પાંચ સ્ત્રીઓ દિવસ દરમ્યાન ઉપાડી આણેલા એક બાળકની માલકી માટે ઝઘડો કરી રહી હતી.
કર્કશ હાસ્ય તથા ગંદાં ગીતો ચારે તરફથી સંભળાતાં હતાં. ઠેરઠેર ગાળાગાળી, બૂમબરાડા, વાસણોની ફેંકાફેંક, તથા ચીંથરાંની ફાડાફાડવાળી તકરારો પણ ચાલતી હતી.
નાનાં નાનાં છોકરાંએ પોતપોતાનાં તોફાન, રમતગમત કે ચીસા-ચીસનો ઉમેરે સામાન્ય કલશોરમાં કરી રહ્યાં હતાં.
પેલા ત્રિપાઈવાળા તાપણા પાસે એક પીપ હતું, અને તેના ઉપર સિંહાસન ઉપર બેઠા હોય એ અદાથી રાજાજી બેઠા હતા.
પેલા ત્રણ જણા ડ્રિગોરને પકડીને તેની પાસે લાવ્યા. ઘડીભર આસપાસના બધા ચૂપ થઈ ગયા.
પેલા ત્રણમાંના એકે ગિરને પોતાનો ટોપો ઉતારી રાજાજીનો વિનય કરવાનું ફરમાવ્યું. પણ તેની ભાષા ગ્રિગોર સમજીને તેની સૂચનાને અમલ કરે તે પહેલાં પેલાએ એનો ટોપો ઉતારી જ લીધો.
રાજાએ પોતાના સિંહાસન ઉપરથી પૂછયું, “આ બદમાશ કોણ છે?”
ગ્રિગોર એનો અવાજ સાંભળી ચોંક્યો : તેને તરત યાદ આવ્યું કે, એ તો નાટ્યારંભ વખતે હૉલના પ્લેટફૉર્મની કાંગરી ઉપર ચડીને ભીખ માગતા હો તે કલૉપિન ગુલેકું! - તેના હાથ ઉપરનું ઘારું અત્યારે અદૃશ્ય થઈ ગયું હતું, અને તેના હાથમાં ઘણી વાધરીવાળો ચાબખો હતો, જેને સારજંટો ટોળાંઓને પાછાં ધકેલવા વાપરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org