________________
ઘડા-ફોડ લગ્ન !
પરીસ નગરના ચહેરા ઉપર આ સ્થળ એક રસોળી જેવું વિદ્રપ ઘારું હતું – જ્યાંથી રોજ સવારે દુરાચાર, ભીખ, અને ભટકેલપણાને મોટો ગોટો નીકળતો અને આખો દિવસ સુધરેલા પેરીસ શહેરની શેરીઓમાં ઘૂમીને રાતે મધમાખો જેમ મધપૂડામાં પાછી ફરે, તેમ આ જંગી મધપૂડામાં પાછો સમાતો.
આ એક અનોખી ઇસ્પિતાલ પણ હતી. ત્યાં જિપ્સીઓ, સંઘબહાર કઢાયેલા દુરાચારી સાધુઓ, વહી ગયેલા વિદ્યાર્થીએ – ટૂંકમાં
સ્પેનિશ, ઇટાલિયન, જર્મન એમ દરેક પ્રજાના, તથા યહૂદી, ખ્રિસ્તી, મહંમદી, મૂર્તિપૂજક એમ દરેક ધર્મના નાલાયક બદમાશો દિવસ દરમ્યાન રંગબેરંગી ઘારાં, વિવિધ અપંગતાઓ વગેરેથી સજજ થઈ, ભીખ માગવા નીકળતા; અને રાતે ભેગા થઈ, દિવસે જોઈ રાખેલાં સ્થળે લૂંટફાટ કરવા નીકળતા. ટૂંકમાં આ કોઈ મોટી નાટક-કંપનીનું વેશભૂષા-ઘર હતું.
આ જંગી ખુલ્લો ચોક ઊંચો નીચો તથા ઊખડી ગયેલી ફરસબંધી વાળો હતો, – તે વખતે પૅરીસના બધા ચોક-ચકલાંની એ જ વલે હતી. સળગતાં તાપણાંની આસપાસ વિચિત્ર ટેળાં ભીડ કરતાં બેઠાં હતાં. ખડખડાટ હસવાના અવાજો જ્યાં ત્યાં સંભળાતા હતા. વચ્ચે વચ્ચે કયાંક માણસને મળતા આકારના કૂતરા, અથવા કૂતરાને મળતા આવતા માણસો અવરજવર કરતા હતા. ટૂંકમાં, સ્ત્રી, પુરુષ, જાનવર, ઉંમર, જાતિ, આરોગ્ય, બીમારી – બધું આ લોકમાં જાણે એકાકાર જ બની ગયેલું હતું: કશું છૂટું પાડી શકાય તેવું રહ્યું ન હતું,
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org