________________
૫૭.
જોખમ ચાલુ છે! દરમ્યાન પેલું ઠુંઠું પણ હવે તેને નવા પગ ફૂટયા હોય તેમ બે પગે ઊભું થઈ ગયું હતું. તે હવે દોડતું દોડતું તેનું લોઢાનું તાંસળું બ્રિગેરના માથા ઉપર જ પછાડતું હતું, ત્યારે પેલો આંધળો હવે પોતાની આગભરી ખુલ્લી આંખેથી જ તેની સામે તાકી રહ્યો હતો!
હું કયાં છું?” બિચારો કવિ હવે ગભરાટને માર્યો બોલી બેઠો.
“તિલસ્માતી દરબારમાં! ” એક ચોથા ખવ્વીસે તેને જવાબ આપ્યો.
“ખરેખર, અહીં આંધળાઓ દેખતા થઈ જાય છે, અપંગો દોડવા લાગે છે; પણ એ રોગીઓને ઉદ્ધારક કયાં છે?”
જવાબમાં તેને એક પ્રકારનું ઝેરીલું ખડખડાટ હાસ્ય જ સાંભળવા મળ્યું.
બિચારો ગ્રિગોર અત્યારે ખરેખર તિલસ્માતી દરબારમાં જ આવી પહોંચ્યો હતો, જ્યાં આવે વખતે કોઈ પ્રમાણિક માણસે આવવા તે પહેલાં કદી હિંમત કરી ન હતી. અરે, દરોગાના જે સારજંટો અને અફસરો પણ કદીક અહીં સુધી આવ્યા હતા, તે કયાં ગારદ થઈ ગયા તેની કશી જ ભાળ પછીથી મળી ન હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org