________________
૫૬
ધર્માધ્યક્ષ “ઉં પેદાસો દ પાન !”
ગ્રિગોરે હવે તેમની લપમાંથી છૂટવા દોડવા જ માંડ્યું, પણ પેલો આંધળો પણ તેની પાછળ દોડવા લાગ્યો! લાકડાની ઘડી પણ દોડવા લાગી! અને પેલું પૂંઠું પણ !
અને જેમ જેમ તેઓ શેરીને ઢાળ ઊતરતા ગયા, તેમ તેમ કેટલાંય એવાં ઠૂંઠાં, કેટલીય બીજી લાકડાની ઘોડી, અને આંધળાઓ તેની આસપાસ મધમાખીની જેમ ઘેરાઈ વળ્યાં. એક હાથવાળા, એક આંખવાળા, રક્તપિત્તનાં ઘારાંવાળા એવા કેટલાય લોકો જાણે પાસેનાં ઘરોમાંથી - ગલીમાંથી - ભોંયરામાંથી હાંફતા, ગર્જતા, બૂમો પાડતા તેની પાછળ પાછળ દોડવા લાગ્યા.
પણ ગ્રિગોરની લગોલગ તો પેલા ત્રણ જણા જ હતા. ગ્રિગોરને પહેલાં તો નવાઈ લાગી, અને હવે તો ભય જ લાગવા માંડ્યો કે,
આ અપંગ દેખાતા લોકો આટલા જલદી ચાલે છે શી રીતે, તથા પિતાને આમ ઘેરી વળવામાં તેમનો ઇરાદો શો હશે.
તેને એકદમ તો પાછા ફરવાનો વિચાર આવ્યો. પણ હવે તેમ કરવું અશકય બની ગયું હતું. તેની પાછળની બાજુ હવે માણસોની એક દીવાલ જ થઈ ગઈ હતી; એટલું જ નહિ પણ, પેલા ત્રણ ભિખારી તેને જાણે ગોદાવીને આગળ જ ધકેલી રહ્યા હતા.
છેવટે શેરીનો છેડો આવ્યો. ત્યાં એક મેટું ચોગાન હતું, જેમાં ઠેર ઠેર હજારેક છૂટી છૂટી આગનાં તાપણાં રાતના અંધારમાં ચમકી રહ્યાં હતાં. પેલા ત્રણના સકંજામાંથી છૂટવા ગ્રિગોરે એ ચોગાનમાં જોરથી ઝંપલાવ્યું.
“ દે વાસ, હોંબરે?” (અલ્યા, કયાં ભાગે છે?) લાકડાની ઘોડીવાળા હવે જાણે કાયદેસર બે પગે જ દોડતો હોય એમ ઘોડીથી ચાલવાનો ઢોંગ છોડી દઈને તેની પાછળ દોડતો દોડતો બોલ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org